વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતી આદિવાસી પ્રજાને ભોળવી જૂના સિક્કાથી વિધિ કરીને કરોડો રૂપિયાનો વરસાદ કરાવવાની.અને કરોડો રૂપિયા ખેંચવાની લાલચ આપતા ઠગ ઝડપાયો હતો. વિધિની પ્રસાદના રૂપમાં ભાંગ પીવડાવીને પરિવારને બેભાન કરીને ભાગવાની ફિરાકમાં હતો. ઠગ ભાગે તે પૂર્વે જ પરિવારના જાગૃત સભ્યોએ ઠગને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઠગનો કબ્જો મેળવ્યો હતો. જ્યારે ભાંગ ના નશામાં અર્ધબેભાન બનેલા પરિવારના સભ્યોને સરકારી દવાખાને સારવાર માટે ખસેડયા હતા.
કપરાડાના વારોલી તલાટગામે ઠગે જુના રાજા છાપ સિક્કાથી વિધિ કરીને કરોડો રૂપિયાનો વરસાદ પડાવવાના નામે સમગ્ર પરિવારને ભાંગનું પાણી પીવડાવીને અર્ધબેભાન કરી ભાગવાની ફિરાકમાં હતો.તાંત્રિક ભાગી છૂટે તે પૂર્વે જ ઝડપાયો હતો. કપરાડા તાલુકામાં 2 ઇસમો પાસેથી વિધિ કરાવવાના બહાને 8 હજાર અને 7 હજાર રૂપિયા પણ લઇ લીધા હતા. આ ઘટનામાં ઘુતારા સાથે કપરાડા ના મયુર ભાઈની આ રીતે ઓળખ થઈ 26મી જાન્યુઆરીના રોજ સેલવાસમાં રહેતા દિપેશ નામક ઇસમે ફોન કરીને કહ્યું હતું કે, વલસાડ ડુંગરીમાં જયેશભાઇના ઘરે જુના સિક્કા ઉપર પૈસા પડાવવા માણસ આવેલ છે. તમારે સિક્કા ઉપર વિધિ કરાવી હોય તો આવો મયુર તેમના મિત્ર કલ્પેશ સાથે બાઇક ઉપર ડુંગરી પહોંચ્યા હતા. જ્યા જયેશભાઇએ ઠગ ભગત સાથે ફરિયાદી મયુર ની ઓળખ કરાવી હતી.
આરોપી ભરત બાપુએ ફરિયાદી મયુર પાસે વિધિના બહાને 8 હજાર અને રમેશ પાસેથી 9 હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે, ફરિયાદીના ઘરે વિધિ કરવા આવ્યો.હતો અને તાંત્રિક વિધિ શરૂ કરી હતી અને પરિવાર સભ્યો ને બેસાડી બંધ રૂમ માં સિક્કા પર પૈસા પડવાનું કામ શરૂ કર્યું હતું અગાઉ થી તેણે રૂ.15,000 લઇ લીધા હતા અને વિધિ કરવાના બહાને પરિવારના તમામ સભ્યોએ તેઓ ન કહે ત્યાં સુધી આંખ ન ખોલવાનું જણાવીને પાણીની બોટલમાં ભાંગ મેળવીને પીવડાવી દીધું હતું. ભાંગ પીતાની સાથે જ પરિવારના તમામ સભ્યો ઉલટી અને અર્ધ બેભાન થઇ ગયા હતા. ફરિયાદીની માતાએ ભરત બાપુને પકડીને ઘરમાં બેસાડી રાખ્યો હતો. બાપુનું નામઠામ પૂછતા તેમણે પોતાનું નામ ભરત કરશનભાઇ પટેલ રહે. માધાપર, દિપક ચા વાળાની પાછળ, સિધ્ધાર્થ ભાઇની રૂમમાં, કચ્છ ભુજ હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટના સામે આવતાજ ગામ લોકો ભેગા થઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઘટનામાં બેભાન થયેલા પરિવારને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ઝડપાયેલા આરોપી એ પોતે અલગ અલગ લોકો નો સંપર્ક કરી ને પૈસા પડાવી વાતો કરી લોભામણી વાતો કરી ને લોકો પાસે પૈસા પડાવવા ના ફિરાક માં હતો ને કપરાડા ઝડપાઇ ગયો હાલ કેટલા લોકો ને છેતર્યા છે એ બાબતે પોલોસ એ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.