વિશ્વાસથી વિકાસ:વલસાડના શહેરીજનોને 3.49 કરોડના ખર્ચે રસ્તા-આંગણવાડી અને ડ્રેનેજની સુવિધા મળશે

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કામોનું ઇ-ખાતમુહૂર્ત , પાણીની સુવિધા, સ્મશાન-ઘરનું લોકાર્પણ

વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં યોજાયેલા સરકારના વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ હેઠળ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સરકારની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભો મળે તે રીતનું આયોજન કર્યું હતું.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી લોકોમાં જાગૃત્તિ આવી અને બાળકો શાળાએ જતા થતા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. અસ્ટોલ યોજનાથી ધરમપુર-કપરાડામાં 200 માળ સુધીની ઉંચાઈએ પીવાનું પાણી પહોંચતુ કર્યું છે. રૂ. 5 લાખ સુધીની મફત સારવાર આયુષ્યમાન કાર્ડ થકી મળે છે.

વધુમાં ધારાસભ્યએ કહ્યું કે, તાલુકાનું એક પણ એવુ ગામ બાકી નથી કે જ્યાં મુખ્ય રસ્તો હોટમીક્ષથી બન્યો ન હોય. વલસાડ તા.પં. પ્રમુખ કમલેશસિંહ ઠાકોરે જણાવ્યું કે, 25 વર્ષ પહેલા ધરમપુરના ગામડામાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું હતુ પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભ મોદીની દૂરંદેશીના કારણે વિકાસના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે. વલસાડ પાલિકના પ્રમુખ કિન્નરીબેન અમિષ પટેલે જણાવ્યું કે, શહેરથી લઈને ગામડા સુધી આજે વિકાસલક્ષી કાર્યો જોવા મળી રહ્યા છે.

તા.પં. ઉપપ્રમુખ દેવાંશી પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ધવલ પટેલ,તા.પં.ના આશિષ ગોહિલ,પાલિકાના કોર્પોરેટર અને CWC ચેરપર્સન સોનલબેન સોલંકી, પાલિકા વિપક્ષ નેતા ગીરીશ દેસાઈ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, મામલતદાર (ગ્રામ્ય) તેજલબેન પટેલ અને મામલતદાર(શહેરી) કલ્પનાબેન ચૌધરી,ટીડીઓ વિમલ પટેલે સ્વાગત ઉદબોધન અને આભારવિધિ પાલિકા ચીફ ઓફિસર સંજય સોનીએ કરી હતી.કાર્યક્રમનું સંચાલન ઉન્નતિ દેસાઈએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...