• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Citizens Of Valsad Will Get Diwali Gift, City Bus Service Will Be Started On Route 6 From November 22, People Will Be Able To Travel With Fares Up To Rs 10

નવી સુવિધા:વલસાડના શહેરીજનોને મળશે દિવાળીની ભેંટ, 22 નવેમ્બરથી 6 રૂટ પર સીટી બસ સેવાનો પ્રારંભ કરાશે, 10 રૂપિયા સુધીના ભાડામાં લોકો કરી શકશે મુસાફરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીટી બસ સુવિધા માટે 18 ઓકટોબરથઈ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે

વલસાડના શહેરીજનો અને બહારથી વલસાડમાં આવતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પાલિકાએ વલસાડમાં સીટી બસ શરૂ કરવાનું નક્કી કરતાં મુખ્યમંત્રી શહેરી બસ પરીવહન યોજનામાં 7 બસો માટે રૂ. 1.53 કરોડ મંજુર થયા હતા. ત્યારબાદ પાલિકાએ સીટી બસ સેવા શરૂ કરવા માટે ઝડપી કામ હાથ ધર્યુ હતું. તા.18મી ઓક્ટોબરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 10 નવેમ્બરના રોજ ટેન્ડર ખોલવામાં આવશે.

પાલિકાએ સીટી બસના રૂટો અને સમય પણ નક્કી કરી દીધો છે. 7 સીટી બસો કુલ 6 રૂટોમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 8:30 સુધી ફરશે. પાલિકાએ સીટી બસના રૂટ માટે ખુબ જ અભ્યાસ કર્યા બાદ રૂટો નક્કી કરવામાં આવ્યા છે. જેનો લાભ શહેરીજનો ઉપરાંત બહારથી આવતા લોકો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, સરકારી કચેરીના કામકાજ તેમજ આરટીઓના કામ કરવા આવનારા લોકોને મળશે. પાલિકા દ્વારા રૂ.૧૦ની અંદર આ તમામ રૂટોમાં ખુબ જ સસ્તા ભાવે લોકો મુસાફરી કરી શકશે તેવું અંદર આયોજન કર્યુ છે. જેના કારણે હાલની અતિશય મોંઘવારીમાં લોકોને ઘણી રાહત થશે. પાલિકાએ નક્કી કરેલ રૂટમાં સિવિલ હોસ્પિટલ, અતુલ અને ગુંદલાવને આવરી લેવામાં આવ્યા છે.

પાલિકા માત્ર શહેરી પુરતી જ સીટી બસો દોડાવશે નહી શહેરની બહારના આ વસ્તારોમાં પણ સીટી બસ દોડતી થશે તેનો વધારેમાં વધારે લોકો ખુબ જ ઓછા ખર્ચે લાભ લેશે. રેલ્વે સ્ટેશનથી કુલ 13 કિ.મી વિસ્તારમાં સીટી બસ દોડશે. પાલિકા દ્વારા તિથલ, સિવિલ હોસ્પિટલ, આરટીઓ, અતુલ અને કોસંબાની 6 ટ્રીપ સવારે 7 થી રાત્રે 8:30 સુધી યાત્રીઓ માટે બસ સેવાનો લાભ આપશે. જ્યારે ગુંદલાવની 4 ટ્રીપ મારવામાં આવશે. 7 બસો પૈકી 1 બસને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.

15,500 ના દૈનિક ખર્ચ સામે 31 હજારની આવકનો અંદાજરૂ.1.53 કરોડના ખર્ચે 7 બસ ખરીદાશે. જેમાં 22 કર્મચારી ફરજ બજાવશે. દિવસ દરમિયાન રૂ. 15,500ના ખર્ચ સામે રૂ.31040 ની આવક થવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. એક બસમાં 40ની સંખ્યા રહેશે. પાલિકા દ્વારા આવતી 22 નવેમ્બરથી સીટી બસ શરૂ કરવાનું હાલ નક્કી કરવામાં આવ્યું છે.

વાપી સ્ટેશનથી આ રૂટો પર બસ દોડાવાશે
01.વાપી સ્ટેશન (ઇસ્ટ) છીરી-વાપી રેલવે સ્ટેશન (ઇસ્ટ) વાયા થર્ડ ફેઇઝ
પીકઅપ પોઇન્ટો: વૈશાલી ચાર રસ્તા,ગુંજન સિનમા, અંબામાતા મંદિર, છીરી
02.વાપી રેલવે સ્ટેશન (ઇસ્ટ) દાદરાચેક પોસ્ટ-વાયા ડુંગરી ફળિયા
પીકઅપ પોઇન્ટો: ભડકમોરા, કેબીએસ હરિયા કોલેજ, હરિયા પાાર્ક, દાદરા ચેક પોસ્ટ, ડુંગરી ફળિયા
03.વાપી સ્ટેશન (ઇસ્ટ) ભડકમોરા (સુલપડ) વાપી રેલવે સ્ટેશન (ઇસ્ટ)
પીકઅપ પોઇન્ટો: ગાંધી સર્કલ, ચાર રસ્તા, VIA ચાર રસ્તા, ભડકમોરા, સરદાર ચોક, જીઆઇડીસી ગાર્ડન
04.વાપી રેલ્વે સ્ટેશન (વેસ્ટ)-રોફેલ કોલેજ-વાપી રેલવે સ્ટેશન (ઇસ્ટ)
પીકઅપ પોઇન્ટો: રોફેલ કોલેજ,કચીગામ ગેટ, જનસેવા હોસ્પિટલ
05.વાપી સ્ટેશન (ઇસ્ટ) ડાભેલ ચેકપોસ્ટ -વાપી સ્ટેશન (વેસ્ટ)
પીકઅપ પોઇન્ટો: ગોલ્ડ કોઇન સર્કલ, ભાગ્યોદય સોસાયટી, રિલાયન્સ પેટ્રોલપંપ
06.વાપી સ્ટેશન (ઇસ્ટ) થર્ડ ફેઇઝ વાયા છીરી
પીકઅપ પોઇન્ટો: મોરારજી સર્કલ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, થર્ડ ફેઇઝ, મુશ્કાન સિનેમા, છીરી, ગાર્ડન

ઇલેકટ્રીક સિટી બસો દોડાવવાની માગ ઉઠી
વાપીને અડીને આવેલાં સંઘપ્રદેશમાં પ્રશાસક દ્વાકા ઇલેકટ્રીક સિટી બસો દોડાવામાં આવી રહી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, નોટિફાઇડના જાગૃત નાગરિક રોહિત સોમપુરાના મતે વાપીમાં પણ ઇલેકટ્રીક સિટી બસો દોડવામાં આવે તો હજારો મુસાફરોને રાહત થઇ શકે તેમ છે. આ દિશમાં પાલિકા અને નોટિફાઇડ તંત્રએ વિચારવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...