બાળ સુરક્ષા વિભાગ:વલસાડમાં બાળ સુરક્ષાએ વધુ 14 બાળકને શોધી કાઢ્યા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ચાઇલ્ડ લાઇન અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમે શહેરમાં બુધવારે વધુ ચેકિંગ હાથ ધરતાં દૂકાનોમાંથી કામ કરતા 9 બાળક મળી આવ્યા હતા.જ્યારે રસ્તે દૂકાને ભીખ માગતા 5 બાળક નજરે પડ્યા હતા. બાળ સુરક્ષા અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ચાઇલ્ડ લાઇન-1098 અને બાળ સુરક્ષા ટીમને કલેકટર આર.આર.રાવલે દૂકાનોમાં કામ કરતાં અને ભીખ માગતા બાળકોનો સરવે કરવા સૂચના આપી હતી.આ કાર્યવાહી વચ્ચે બુધવારે જિ.બાળ સુરક્ષા અધિકારી જસ્મીન પાંચાલ,કોઓર્ડિનેટર પ્રથમ ચાઇલ્ડ લાઇન-1098ના નિકિતા મેકવાન અને પોલિસની ટીમ ચોથા રાઉન્ડનું ચેકિંગ વલસાડમાં હાથ ધરાયું હતું.જેમાં દૂકાનોમાં કામ કરતા 9 અને ભીક્ષુક 5 બાળકો મળી આવ્યા હતા.દૂકાનદારો સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી.બાળકોને પૂન:સ્થાપન માટે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરાયા હતા.

અહિંથી બાળકો ભીખ માગતા હતા
પાલિકા હદના મોગરાવાડી ઝોન વિસ્તાર, મોરારજી ભવન વિસ્તાર, તરિયાવાડ, સ્ટેડિયમ રોડ જનક સ્વીટ માર્ટ, શાકભાજી માર્કેટ, જીવીડી શાળા વિસ્તાર

અન્ય સમાચારો પણ છે...