દુષ્કર્મ કેસ:ચીખલીની સગીરાનું પારડીમાં દુષ્કર્મ કરનારના જામીન રદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી નજીક એક ગામમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાના મોબાઇલ ઉપર દોઢ માસ અગાઉ પારડી ઓરવાડમાં રહેતા અમિત બારિયા નામના એક યુવકે હાઇ કરીને કોઇ મેસેજ કર્યો હતો. જેને લઇ સગીરાએ કોણ તેવો મેસેજ કરતા યુવકે તેણીને ખોટુ નામ આપી હું રાહુલ છું અને વાપી રહું છું તેવો રિપ્લાય કર્યો હતો.

ત્યારબાદ અવરનવર વોટ્સ અપ ઉપર વાતો ચાલતા આ યુવકે મિત્રતા કેળવી હતી.દરમિયાન 16 જૂન 2021ના રોજ આ યુવકે મને બ્લડ કેન્સરની બિમારી છે જેથી મને મળવા પારડી આવ તેવો મેસેજ કરતા સગીરા લાગણીમાં આવી જઇ સ્કૂલમાં જવા નિકળી સીધી ચીખલીથી વાપીની બસમાં પારડી ચાર રસ્તા પહોંચી ગઇ હતી.જ્યાં રાહુલને ફોન કરતાં તેણે તેના મિત્ર ચિરાગને લેવા માટે મોકલાવું છું તેવું કહ્યું હતું. ખોટા નામે મિત્રતા કેળવી તેણે આ સગીરા સાથે દૂષ્કર્મ ગુજાર્યું હતું.ત્યારબાદ તેણીને પારડી લાવીને છોડી દીધી હતી.આ મામલે સગીરાની માતાએ આરોપી અમિતકુમાર કાંતિભાઇ બારિયા, ઉ.22, રહે.ઓમ સોસાયટી, ગંગેશ્વર મહાદેવ મંદિપાછળ, ઓરવાડ. તા.પારડી, મૂળ રહે.પાદરડી, તા.શહેરા. જિ. પંચમહાલના વિરૂધ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં આરોપીની જામીન અરજીની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટના સ્પે.જજ એમ.આર.શાહે અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

બે ખોટા નામે સગીરાને ફસાવી
ચીખલીની સગીરાને ફસાવવા આરોપી અમિતે રાહુલ અને ચિરાગ બે નામનો ઉપયોગ કર્યો હતો. સગીરાને રાહુલ નામે ફોન કરી પારડીથી લેવા માટે ચિરાગને મોકલું છું તેવું કહ્યું હતું.જેને લઇ બાઇક ઉપર આવી અમિતે જ ચિરાગના નામે ઓળખાણ આપી સગીરાને બેસાડી સમજાવી ફોસલાવી પારડીના ડુંગરી ખાતે રોડની બાજૂમાં એક મકાનમા પહેલા માળે લઈ જઈ મોઢું દબાવી બન્ને હાથ પકડી દુપટ્ટા વડે બાંધી દૂષ્કર્મ ગુજાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...