તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઈડલાઈન્સનો અમલ:વલસાડ જિલ્લામાં યોજાયેલા લગ્નપ્રસંગોમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું, 50 લોકોને જ અપાઈ છે મંજૂરી

વલસાડ13 દિવસ પહેલા
 • મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને લગ્નસરાની પ્રસંગમાં 50 લોકો સાથે લગ્ન પ્રસંગોમાં કોવિડની તમામ ગાઈડલાઈનનું પાલન કરી ઉજવવા છૂટ આપવામાં આવી છે. લગ્નસરાના પ્રસંગોમાં મામલતદાર અને પોલીસ વિભાગને ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવા સાથે લોકોને કોરોના સંક્રમણથી દુર રાખવા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્નસરાના પ્રસંગોમાં લોક ટોળું વધવાથી સંક્રમણ વધવાની શક્યતાને જોઈને જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં લગ્નસરામાં કોવિડની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરીને લગ્નના પ્રસંગો 50 વ્યક્તિઓ સાથે ઉજવવા છૂટ આપવામાં આવી હતી. સાથે મામલતદાર અને પોલીસ વિભાગને લગ્નના પ્રસંગોમાં જઈને કોવિડની ગાઈડલાઈનનું ચેકીંગ કરવા સૂચના આપી હતી. જેને લઈને વલસાડ સીટી પોલીસે કોલેજ કેમ્પસમાં આવેલ સંસ્કાર કેન્દ્ર ઉપર યોજાયેલા લગ્નસરાના પ્રસંગમાં પોલીસે કોવિડની ગાઈડ લાઈનનું ચેકીંગ કર્યું હતું. રવિવારે તમામ લગ્ન મંડપોમાં સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોવિડની ગાઈડ લાઈનનું પાલન થતું જોવા મળ્યું હતું.

લગ્ન લેવાઈ ગયા હોવાથી લગ્ન કરવા જરૂરી વલસાડના એક પરિવારે તેમના દીકરીના લગ્ન 6 માસ પહેલા નક્કી કરી દીધા હતા. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. લગ્નની પત્રિકા પણ સંબંધીઓ અને આમંત્રિતોને અપાઈ ગઈ હતી. ત્યાર બાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પડ્યું હોવાથી લગ્નમાં આમંત્રિતોને ના પાડવાનું ઘણું આકરૂ લાગી રહ્યું હતું. પરંતુ જિલ્લા કલેક્ટરને આદેશને માન આપીને માત્ર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં જ લગ્ન કરાવ્યા હતા.મહારાજ સહિત ફક્ત 15 વ્યક્તિઓ સાથે લગ્ન કરવી દીકરીની વિદાય કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો