તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતા લોકોનું ચેકિંગ, વલસાડના ભીલાડ ખાતે ચેકપોસ્ટ ઉભી કરાઈ

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાજ્ય બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

ગુજરાત બહાર કેરળ અને મહારાષ્ટ્ર માં કોરોનાની ત્રીજી લહેરના કેસો વધતા ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું આંતરરાજ્ય બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેરળ અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસો મેં ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્યનું છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ભીલાડ ખાતે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા રાજ્ય બહારથી આવતા લોકોનું થર્મલ સ્ક્રીનિગ અને વેક્સિન સર્ટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કોઈ સંકશાસ્પદ વ્યક્તિ જણાય આવે તો સ્થળ પર જ તેવા યાત્રીઓ તાત્કાલિક RTPCR ટેસ્ટ કરાશે તેની પણ તૈયારી આરોગ્ય વિભાગે રાખી છે. રાજ્યમાં કોરોનાના કેસો ન વધે તે ધ્યાનમાં લઈ બોર્ડરનો જિલ્લો એવા વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રને અડીને આવેલ 4 બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી કોરોનાને લઈ ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં વાહનોની કતારો જોવા મડી હતી ત્યારે હાલ કોરોનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...