તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:વલસાડની 5 દૂકાનોમાં કોવિડ સ્કવોડનુું ચેકિંગ, કર્મચારીઓને રૂ.5 હજારનો દંડ, માસ્ક ફરજિયાત છતાં દૂકાનોમાં કર્મચારીઓ માસ્ક વિના દેખાતા દંડાયા

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા બજાર-શાકભાજી માર્કેટમાં દંડની કાર્યવાહી હાથ ધરાતાં સોપો પડી ગયો

વલસાડમાં કોરોના સંક્રમણને રોકવા માટે કલેકટરના અધ્યક્ષપદ હેઠળ રચાયેલી ફલાઇંગ સ્કવોડે શુક્રવારે શહેરના બજારોમાં પહોંચી દૂકાનોનું આકસ્મિક ચેકિંગ હાથ ધરતાં ફફટાડ પેસી ગયો હતો.સ્કવોડની આ ડ્રાઇવમાં દૂકાનોના કર્મચારીઓ માસ્ક વિનાના નજરે પડતાં દંડની કાર્યવાહી હાથ ધરાતાં સોપો પડી ગયો હતો.ટીમે 5 દૂકાનના કર્મચારીઓને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.

વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમોનું સખતાઇથી અમલ કરાવવા માટે બુધવારે ડે.કલેટર જ્યોતિબા ગોહિલે ડ્રાઇવ હાથ ધરી કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો.શુક્રવારે કલેકટર આર.આર.રાવલે રચેલી ફલાઇંગ સ્કવોડે શહેરના મોટાબજાર,શાક ભાજી માર્કેટ વિસ્તારની દૂકાનોમાં ચેકિંગ શરૂ કર્યું હતું.દરમિયાન આ વિસ્તારોમાં આવેલી દૂકાનોના વેપારીઓમાં ભારે ચહલપહલ સર્જાઇ હતી.દૂકાનોમાં પહોંચેલી સ્કવોડને ખૂદ દૂકાનોના કર્મચારી જ માસ્ક વિના જોવા મળતાં દંડની કાર્યવાહી કરાઇ હતી.સ્કવોડે દૂકાનોના 5 કર્મચારીને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.

આ દૂકાનોમાં કાર્યવાહી હાથ ધરાઈ
અશોક ફરસાણ,મોટાબજાર, જયઅંબે જ્વેલર, ગુરૂકૃપા પ્રો‌વિઝન સ્ટોર , શાકભાજી માર્કેટ , આહાર ફુડ એન્ડ સ્નેક , શાકભાજી માર્કેટ , સ્નેકની કેબિન,શાકભાજી માર્કેટ
માસ્ક ન પહેરનારા સામે પગલા ભરાશે માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગ દ્વારા કોરોનાથી રક્ષણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે.ફલાઇંગ સ્કવોડ દ્વારા ચેકિંગની કાર્યવાહી સતત ચાલૂ રહેશે.ઓચિંતા ચેકિંગમાં કોવિડના નિયમોનો ભંગ જણાયે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરાશે. - જ્યોતિબા ગોહિલ,ડે.કલેકટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો