ડુપ્લીકેટ વાયર:વલસાડમાં ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં ચેકિંગ, રૂ. 10 લાખથી વધુના ડુપ્લીકેટ વાયરો ઝડપાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોલ ફ્રી નંબર ઉપર ગ્રાહકોએ જાણઆ કરતા પોલીસ કેપ કંપનીના અધિકારીઓએ ચેંકિંગ કર્યું
  • બે દુકાનોમાંથી રૂ. 10 લાખથી વધુના પોલીકેપ કંપનીના ડુપ્લીકેટ વાયરો ઝડપાયા

વલસાડ શહેરમાં 16 ઓક્ટોબરના રોજ ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પોલીકેપ વાયરોની ડુપ્લિકેશનની ઉઠેલી ફરિયાદને લઇ કંપનીના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. શહેર અને આસપાસના વિસ્તારોમાં પોલીકેપ કંપનીના ડુપ્લીકેટ વાયરોનું વેચાણ થઇ રહ્યું હોવાની કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર ગ્રાહકોએ જાણ કરતા પોલીસ કેપ કંપનીના અધિકારીઓએ દિવાળી પૂર્વે વલસાડ શહેરમાં આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બે દુકાનોમાંથી કુલ 10 લાખથી વધુના પોલીકેપ કંપનીના ડુપ્લીકેટ વાયરો ઝડપી પાડયા હતા.

પોલિકેબ કંપનીના અધિકારીઓએ અંદાજીત રૂપિયા દસ લાખનો મુદ્દામાલ કબજે કરી ધરમપુર રોડ ઉપર આવેલા ધર્મેશ ઇલેક્ટ્રોનિક અને રામ વાડી વિસ્તારમાં આવેલા રિદ્ધિ ઈલેક્ટ્રોનિક દુકાન માલિક ન અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવા પોલીસની મદદ માંગી છે. વલસાડ સીટી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં પોલિકેપ વાયરનું વેચાણ ઘટતા અને કંપનીની હેલ્પલાઇન નંબર ઉપર એક ગ્રાહકે પોલિકેપ વાયરમાં ખામી આવી હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે પોલિકેપ કંપનીના અધિકારીઓએ વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

16 ઓક્ટોબરના રોજ વલસાડ શહેરમાં આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં પોલિકેપ કંપનીના અધિકારીઓની અલગ અલગ ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં અબ્રામા અને રામવાડી ખાતે આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી પોલિકેપ કંપનીના ડૂબલિકેટ વાયર મળી આવ્યા હતા.

કંપનીના અધિકારીઓએ કુલ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધર્મેશ ઇલેક્ટ્રોનિક અને રિદ્ધિ ઇલેક્ટ્રોનિકના માલિકની અટકાયત કરી સીટી પોલીસ મથકે આરોપીઓ વિરૂદ્ધ કંપનીના અધિકારીઓએ FIR નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

ડુપ્લિકેટ માર્કા લગાવી વેચાણ કરાતું હતુ
વાયર બનાવતી બ્રાન્ડેડ કંપનીના અધિકારી,તપાસ એજન્સી અને પોલીસના સંયુક્ત છાપામાં જાણવા મળ્યા મુજબ દિલ્હીની વાયર કંપની દ્વારા તૈયાર કરાતી પ્રોડક્ટના નામે ડુપ્લિકેટ માલનું વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું.જેમાં ટ્રીગાર્ડ ટેક્નોલોજી ફલેમ રિટાર્ડન્ટ લીડ ફ્રી વાયર પીવીસી ઇન્સ્યુલેટેડ ઇન્ડસ્ટ્રિયલ લેબલ (મલ્ટી સ્ટ્રાન્ડ),1100 વોલ્ટ કેબલ્સ એન્ડ વાયર

કંપનીઓમાં આ પ્રોડક્ટનો વપરાશ
વલસાડની બે દૂકાન પૈકી એક દૂકાન સરોધીના સરપંચ અને એક દૂકાન મહિલાની હોવા સાથે આ ઇલેક્ટ્રિકલ્સની દૂકાનોમાં જે બ્રાન્ડેડ કંપનીના નામે માર્કા અને લેબલ લગાવી ડુ઼પ્લિકેટ માલનું વેચાણ કરવામાં આવે છે તે માલ ઇન્ડસ્ટ્રિયલ એકમોમાં વાપરવામાં આવે છે.જેને લઇ આ કેબલ્સ અ્ને વાયરોની કિંમત ઉંચી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...