તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર્જશીટ:દાનહના નરોલીમાં માસુમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીની ચાર્જસીટ કોર્ટમા દાખલ કરાઈ

દાદરા નગર હવેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એસપીએ ફાસ્ટટ્રેક કેસ ચલાવવા કોર્ટને કરી અપીલ
 • બનાવને એક મહિનો વીતે એ પહેલા પોલીસે તપાસ પુર્ણ કરી ચાર્જશીટ તૈયાર કરી

દાદરા નગર હવેલીના નરોલી ગામે માસુમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના આરોપીની ચાર્જ સીટ કોર્ટમાં દાખલ કરવામા આવી હતી. એસપીએ ફાસ્ટટ્રેક કેસ ચલાવવા કોર્ટને અપીલ કરી છે. એક મહિનો વીતે એ પહેલા પોલીસે સંપુર્ણ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરતા સોસીયલ મીડિયામા પોલીસ કામગીરીની સરાહના થતી જોવા મળી હતી.

નરોલીની એક સોસાયીમાં ગત 12 માર્ચ શુક્રવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ 4 વર્ષની માસૂમ બાળકી બિલ્ડીંગના પેસેજમાં રમતી હતી, એ સમયે આરોપી સંતોષ ભીટ્ટુ રજત(ઉ.વ.30) બાળકીનો હાથ પકડીને તેને પોતાના રૂમમાં લઇ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ધારદાર હથિયાર વડે બાળકીનું ગળું કાપી નાંખ્યું હતું અને લાશ થેલામાં ભરી રૂમમાં છૂપાવી દીધી હતી.

આ ઘટનાને લઈ પ્રદેશના લોકોમા આક્રોશ જોવા મળ્યો હતો. દાનહ પોલીસ વિભાગે બાળકીના મૃત્યુના એક મહિનો વીતે એ અગાઉ આરોપી વિરુધ્ધ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમા રજુ કરી છે. એક તરફ સાંસદ ડેલકરના મૃત્યુ બાદ અનેક જગ્યાઓ પર કેન્ડલ માર્ચ થઇ રહયા છે એવા સમયે એક મહિનો વીતે એ પહેલા ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરવું એ બાબતે પોલીસ વિભાગની સરાહના થઇ રહી છે. એસપી હરેશ્વર સ્વામીએ જણાવ્યુ કે અમે એક ટીમ બનાવી જેમા પીએસઆઇ અનિલ ટી.કે.,પીએસઆઇ જીગ્નેશ પટેલ અને કેસની તપાસ અધિકારી છાયા ટંડેલે સહિત પોલીસ વિભાગની ટીમે ફુલપ્રુફ ચાર્જશીટ તૈયાર કરી છે. તેમજ આ કેસ રેર ઓફ ધ રેરમા આવતો હોવાને કારણે આ કેસને કોર્ટ જદલી ચલાવે એવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો