તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:દમણના ભેંસલોરમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા અફરાતફરી, 4 ફાયર ફાયટરો ઘટના સ્થળે

વલસાડએક મહિનો પહેલા
 • ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે

દમણના ભેંસલોર ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચનાગ આગ લાગતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ છે. જેમાં સ્થાનિક લોકોએ દમણ ફાયર ફાયટરની ટીમને ઘટનાની જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઈટની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

દમણના ભેંસલોર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તથા હાલ ઘટના સ્થળે 4 ફાયર ફાયટરની ટીમ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરી રહી છે. તથા આગની ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી. તેમજ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તથા ફાયરની ટીમ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો