ભીષણ આગ:સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ખાતે આવેલી ટોપસાઈલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી, 3 ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો

વલસાડએક મહિનો પહેલા
  • આગ લાગવા પાછળનું કારણ અકબંધ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના નરોલી ખાતે આવેલી ટોપસાઈલ કંપનીમાં રવિવારે અચાનક આગ લાગતા કંપનીના કામદારોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતા સેલવાસ ફાયર ફાઈટરના 3 ટીમોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ ખબર પડી નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે. આગની ઘટનામાં કોઈ મજૂરને કોઈપણ ઇજા કે જાન હાની થઈ ન હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ખાતે આવેલી ટોપસાઈલ કંપનીમાં રવિવારે અચાનક આગ લાગી હતી. ટોપસાઈલ કંપનીમાં અચાનક ધુમાડા દેખાતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. નરોલી ખાતે આવેલી કંપનીમાં અચાનક આગની ઘટના બનતા આજુબાજુમાં આવેલી કંપનીઓના કામદારો પણ મદદે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતા સેલવાસના 3 ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને લઈને કંપનીના અધિકારીઓએ કંપનીમાં કામ કરતા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. આગની ઘટનામાં કોઈપણ જાનહાની થઈ ન હતી. ટોપસાઈલ કંપનીમાં અચાનક આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળશે તેમ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...