આકસ્‍મિક મુલાકાત:વલસાડના ધરાસણા PHC ખાતે આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષાએ મુલાકાત લીધી, આરોગ્‍ય વિષયક સેવાઓની માહિતી મેળવી

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગના સ્ટાફે કોરોના કાળમાં કરેલી કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યાં
  • આરોગ્‍ય અધિકારીએ આરોગ્‍ય વિષયક કાર્યક્રમો અંગેની સમીક્ષા કરી કામગીરી વધારવા માટેના જરૂરી સૂચનો કર્યા

વલસાડના ધરાસણા PHC ખાતે આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષાએ આકસ્‍મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્‍ય વિષયક સેવાઓની માહિતી મેળવી હતી. તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફે કોરોના કાળમાં કરેલી કામગીરીને બિરદાવી હતી.

વલસાડ જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષા રંજનબેન પટેલ અને મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલે વલસાડ તાલુકાના હરિયા, વાંકલ અને ધરાસણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોની આકસ્‍મિક મુલાકાત લઇ આરોગ્‍ય વિષયક સેવાઓની માહિતી મેળવી હતી.

આરોગ્‍ય સેવાઓ વધુ સારી બને તે માટે જિલ્લા પંચાયતના 15મા નાણાપંચ વર્ષ 2021-22માંથી 10 હાઇડ્રોલિક ડીલીવરી બેડ તથા 16 રેડિઅન્‍ટ ઇન્‍ફન્‍ટ વોર્મર આરોગ્‍ય શાખાને ફાળવવામાં આવેલા છે. તેમજ અન્‍ય સદરની ગ્રાન્‍ટમાંથી 2 હાઇડ્રોલિક ડીલીવરી બેડ તથા 9 ઇન્‍ફન્‍ટ વોર્મર ખરીદવાની કાર્યવાહી ચાલુ છે. સંબંધિત પ્રા.આ. કેન્‍દ્રો ખાતે ફાળવવામાં આવેલા ઉક્‍ત સાધનોની જાત તપાસ કરી તેમના વિસ્‍તારના સગર્ભા બહેનોની ડીલીવરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે કરાવે તે માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.

મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલે આરોગ્‍ય વિષયક કાર્યક્રમો અંગેની સમીક્ષા કરી કામગીરી વધારવા માટેના જરૂરી સૂચનો કર્યા હતા. કોરોના કાળમાં સુંદર કામગીરી કરવા બદલ જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિ અધ્‍યક્ષા રંજનબેન પટેલ દ્વારા આરોગ્‍યકર્મીઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

અન્ય સમાચારો પણ છે...