વૈશાલી બલસારા હત્યા કેસ:ઝડપાયેલા કોન્ટ્રાક્ટ કિલરને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બબીતા નામની મહિલાએ સોપારી આપી હત્યા કરાવી હતી

વલસાડની ફ્રેમસ સિંગર વૈશાલી.બલસારા હત્યા કેસમાં પંજાબથી ઝડપાયેલા કોન્ટ્રાકટ કિલરની અટકાયત બાદ આજરોજ પારડીની કોર્ટમાં રજુકરીને આરોપીના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પારડી પોલોસે વૈશાલી હત્યા કેસના કોન્ટ્રાકટ કિલરને પારડીની કોર્ટમાં રજુકારીને કોર્ટે પાસેથી આરોપીના મંગળવાર સુધીના રિમાન્ડ મેળવી કેસની આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારાની પારડીની પાર નદી કિનારેથી લાશ મળી હતી. તે કેસમાં વલસાડ જિલ્લા પોલીસે ઝીણવટ ભરી રીતે તપાસ કરીને વૈશાલી હત્યા કેસમાં સૌ પ્રથમ બબીતાની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ કરતા તેના સોશિયલ મીડિયાના 11 વર્ષ જૂના મિત્રને બબીતાએ તેની મહિલા મિત્રના લગ્ન વૈશાલી બલસારાને લીધે છૂટાછેડા થયા હોવાથી બબીતાની મિત્ર વૈશાલીની હત્યા કરાવવા માંગતી હોવાનું જણાવી પંજાબના કોન્ટ્રાકટ કિલરને બબીતાએ વૈશાલીની હત્યા કરાવવાની સોપારી આપી હતી. વૈશાલીની હત્યા પહેલા વલસાડ રેલવે સ્ટેશન ઉપર બબીતા અને કોન્ટ્રાકટ કિલર અને તેના સાગરીતોને 27 ઓગષ્ટની સવારે મળી હતી ત્યાંથી 3 અલગ અલગ લોકેશન બતાવી હત્યાનું લોકેશન પશુ દવાખાના પાસેનું તળાવ નક્કી કરવામાં આવ્યું હતું.

વૈશાલીએ આપેલા ઉછીનાં રૂપિયા પૈકી 8 લાખ રૂપિયા લેવા અવાવરું જગ્યાએ બોલાવી વૈશાલીની કારમાં જ કોન્ટ્રાકટ કિલરે વૈશાલીની નજર ચૂકવી ક્લોરોફોર્મ સૂંઘડી કોન્ટ્રાકટ કિલરે મફલર વડે 7 મિનિટથી વધુ સમય સુધી ગળે ટુંપો આપીને હત્યા કોન્ટ્રાકટ કિલરે કરી હતી. હત્યાના સમયે વૈશાલીની કારમાં બબીતા પણ હાજર હતી. વૈશાલીની હત્યા બાદ આરોપીઓ વૈશાલીની લાશને તેની જ કારમાં પાર નદી કિનારે અવારું જગ્યાએ મૂકીને આરોપીઓ સુરત થી પંજાબ ભાગી ગયા હતા. તે કેસમાં બબીતા સહિત કુલ 3 આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી હતી.

ગઈકાલના રોજ મુખ્ય કોન્ટ્રાકટ કિલર સુખવીન્દ્રસિંગ ઉર્ફે સુખા ભાટીનો કોવિડ ટેસ્ટ કરવી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કોન્ટ્રાકટ કિલરની અટકાયત કરવામાં આવી હતી. પારડી પોલીસે કોન્ટ્રાકટ કિલર આરોપીને આજ રોજ પારડી કોર્ટમાં રજૂ કરીને કોર્ટ પાસેથી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પારડી પોલીસે રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી.

આરોપીએ તેના હાથમાં AK47 ગનનું અને માસ્ક વાળું ટેટુ ચિતરાવ્યું હતું. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અલગ અલગ વેપન સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે. આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી અંગે પારડી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...