કોરોનાઅપડેટ:મેના 20 દિવસ બાદ કેસમાં ઘટાડો નવા 36 કેસ, ત્રણ દર્દીના મોત

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 25 પુરૂષ,11 સ્ત્રી સંક્રમિત દર્દી સામે 68 કોરોના મુક્ત

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ક્રમશ: ઘટી રહ્યા છે.જેનાથી વધુ લોકોમાં રાહતની લાગણી અનુભવાઇ રહી છે.શુક્રવારે પણ 36 કેસ જ સામે આવતાં સંક્રમણ ઘટવાની પ્રતિતી થઇ હતી.જિલ્લામાં 25 પુરૂષ અને 11 સ્ત્રી દર્દી સંક્રમિત થઇ હતી.જ્યારે 68 દર્દી સાજા થઇ હતા.જ્યારે 3 દર્દીના મોત નિપજ્યા હતા.ગત માસના અંતિમ સપ્તાહથી મેના ત્રીજા સપ્તાહ સુધી લગાતાર કોરોનાના કેસો વધતા રહ્યા હતા.

જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર,કલેકટર,આરોગ્ય વિભાગ સામે સંક્રમણ રોકવાનો મોટો પડકાર ઉભો થયો હતો.દરરોજ 100 થી વધુ સામે આવતા કેસો ઘટાડવા માટેના તમામ પ્રયાસો અમલમાં મૂકાયા બાદ મેના 20 દિવસ બાદ કેસો ઓછાં થવા માડ્યા હતા.જે સિલસિલો હજી પણ ચાલુ છે.શુક્રવારે 36 કેસ નિકળ્યા હતા અને તેની સામે 68 દર્દી કોરોના મુક્ત થઇ ગયા હતા.જ્યારે 3ના મૃત્યુ થયા હતા.

વલસાડ તાલુકાના 2- ધરમપુરના 1 દર્દીનું મોત

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડનવેરા,મોટા ફ.60સ્ત્રી
વલસાડસાઇપાર્ક સો.અબ્રામા46સ્ત્રી
ધરમપુરકૈલાસરોડ71પુરૂષ

વાપી- ધરમપુર તાલુકામાં સંક્રમણ ઘટ્યું
વલસાડમાં 21,પારડી 6,ઉમરગામ 7 અને કપરાડામાં 2 કેસ નોંધાયા હતા.પરંતુ વાપી તાલુકા અને ધરમપુર તાલુકામાં કોઇ કેસ સામે ન આવતાં અહિં સંક્રમણમાં ઘટાડો થયો હોવાનું જણાયું હતું. શુક્રવારે આ બંન્ને તાલુકામાં રાહતની લાગણ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...