તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:વલસાડના ડુંગરી પાસે સર્જેલા અકસ્માતમાં ગૌરક્ષકના થયેલા મોતનો મામલો, એક આરોપીની આગોતરા જામીન અરજી રદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્દિક કંસારા નામના ગૌરક્ષકને અડફેટે લઈ ગૌતસ્કરોએ મોત નિપજાવ્યું હતું

વલસાડના ડુંગરી નજીક બામખાડી પાસે ગૌતસ્કરોએ ગૌરક્ષક હાર્દિક કંસારાના માનવવધના ગુનામાં અને ગૌ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા 11 આરોપી ઝડપાયા હતા. તે ગુનામાં સંડોવાયેલો શરીફ શેખે પોલીસ ધરપકડથી બચવા વલસાડ સેશન્સ કોર્ટમાં 13 ઓગષ્ટના રોજ આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. વલસાડની સેશન્સ કોર્ટના જજ MK દવેએ આગોતરા જામીન અરજી ના મંજુર કરતો હુકમ કર્યો છે.

વલસાડ ગૌ રક્ષકની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી ગૌ વંશ ભરેલો ટેમ્પો મહારાષ્ટ્રના કતલ ખાને લઈ જઈ રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે ગૌ રક્ષકો અને વલસાડ પોલીસની ટીમે ટેમ્પાનો પીછો કરી ગૌ તસ્કરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડુંગરી નજીક બામખાડી ઉપર ગૌ તસ્કરોએ ગૌ રક્ષક એવા હાર્દિક કંસારાને અડફેટે લઈ મોત નિપજવ્યું હતું. જે કેસમાં ડુંગરી પોલીસે ગણતરીના કલાકોમાં 11 જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. તે કેસમાં સંડોવાયેલા આરોપીએ શરીફ સલીમ શેખે પોલીસ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં અરજી રજૂ કરી હતી.

શરીફ શેખે સેશન્સ કોર્ટે પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. એ અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ સરકારી વકીલ કમલેશ શ્રોફની દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટના જજ MK દવેએ આરોપી ફિરોઝના આરોપીના આગોતરા જામીન ના મંજુર કરતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...