વલસાડ જિલ્લામાં એક બેકરી સંચાલકે બેકરી શરૂ કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાયસન્સ મેળવવા અરજી રજૂ કરી હતી. બેકરી સંચાલકને લાયસન્સ આપવા તેમજ કોઈપણ જાતનું ચેકીંગ ન કરવા માટે વાર્ષિક હપ્તા પેટે કુલ રૂ. 60 હજારની લાંચ માંગી હતી. બેકરી સંચાલક લાંચ આપવા માંગતો ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાવી હતી. નવસારી ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સના લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા કેરી માર્કેટ પાસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. વલસાડ ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સના સિનિયર સેફટી ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસરે લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તે કેસમાં આજ રોજ વલસાડ ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બંને અધિકારીઓને વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરીને 7મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. વલસાડ ACBની ટીમે રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં એક બેકરી સંચાલકે બેકરીનું લાયસન્સ મેળવવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી. વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફટી ઓફિસર દિવ્યાંગ બાલકૃષ્ણ બારોટ પાસે અરજી આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફટી ઓફિસરે વર્ષ દરમ્યાન બેકરીમાં ચેકીંગ ન કરવા અને કનડગત ન કરવાના વર્ષના રૂ 60 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચના બદલામાં વર્ષ દરમ્યાન બેકરીમાં ચેકીંગ ન કરવા અને કોઈપણ રીતે કનડગત ન કરવા માટે કુલ 60 હજારની લાંચની માંગણી કરી હતી. સિનિયર સેફટી ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસરે લાંચની માંગણી કરી હતી.
અરજદાર લાંચ આપવા માંગતો ન હોવાથી અરજદારે ACBની ટીમનો સંપર્ક કરી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચિયા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે કેરી માર્કેટ રેલવે ગરનાળા તરફ જતા રોડ પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બંને અધિકારીઓ લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. તે કેસમાં વલસાડ ACBની ટીમે આજ રોજ બંને લાંચિયા અધિકારીને વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી વી આહુજાએ બંને આરોપીઓના 7મી જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. વલસાડ ACBની ટીમે રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.