તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વલસાડ અતુલ પાસે બ્રેક મારતા કાર પલટી, 1નું મોત, દમણથી વડોદરા જતી કારને અકસ્માત

વલસાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

વલસાડના અતુલ હાઇવે ઉપર મોડીરાતે વડોદરા જઇ રહેલી કારના ચાલકે અચાનક કાબુ ગુમાવતા સર્વિસ રોડ ઉપર પલટી મારી ગઇ હતી.જેના પગલે કારચાલકનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.વલસાડ નજીક અતુલ ગામની હદમાં સંઘપ્રદેશ દમણથી વડોદરા તરફ જતી એક કારના ચાલકે કાબુ ગુમાવતા અચાનક બ્રેક મારી હતી.

જેના પગલે કાર પલટી મારીને બ્રિજની દિવાલ પાસે વરસાદી પાણીની નિકાલની ગટરમાં જઇ ચઢી હતી.આ કાર ધડાકાભેર અથડાતા કારચાલક યુવાનનું મોત થયું હતું.જ્યારે અંદર બેઠેલા એક વ્યક્તિને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.શુક્રવારે મોડીરાતે સર્જાયેલા આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં ઘાયલ વ્યક્તિને સિવિલમાં લઇ જવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો