વિધાનસભાની ચૂંટણી-2022:ઉમરગામ બેઠકના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજિસ્ટરની નકલ પાના દીઠ રૂ. 1 ચૂકવી મેળવી શકશે

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જે મુજબ નિયુક્ત કરેલા અધિકારી સમક્ષ દરેક ઉમેદવારના ખર્ચ રજિસ્ટરની તપાસ કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાની 182- ઉમરગામ (અ.જ.જા.) વિધાનસભા બેઠકના હરીફ ઉમેદવારોએ તેમના ચૂંટણી ખર્ચ અંગેના રજિસ્ટરો નિયુક્ત કરેલા અધિકારી સમક્ષ ઉમેદવારોએ પોતે અથવા તેમના ચૂંટણી એજન્ટ અથવા અધિકૃત કરેલા વ્યક્તિએ હાજર રહી ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની તપાસણી કરાવવાની રહેશે.

ઉમરગામ વિધાનસભા બેઠકના ઉમેદવારોએ તા. 19 નવેમ્બર 2022, તા. 23 નવેમ્બર 2022 અને તા. 27 નવેમ્બર 2022ના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકાની પેટા તિજોરી કચેરી ખાતે ચૂંટણી ખર્ચના રજિસ્ટરની તપાસણી કરાવવા આવવાનુ રહેશે એમ 182- ઉમરગામ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પારડીના પ્રાંત અધિકારીએ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. જાહેર જનતા ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરની તપાસણી દરમિયાન હાજર રહી શકે અને પાના દીઠ રૂ. 1 ની ચૂકવણી કર્યેથી ચૂંટણી અધિકારી પાસેથી કોઈપણ ઉમેદવારના ખર્ચ રજિસ્ટરની નકલ મેળવી શકે છે એમ 182- ઉમરગામ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...