ઉમેદવારી પત્ર:વલસાડની ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી ઉમરગામ વિધાનસભ બેઠક ઉપર BJPમાંથી વર્તમાન ધારાસભ્ય રમણલાલ પાટકર સહિત કુલ 18 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્યને ફરી રિપીટ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે ઉમરગામ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રમણલાલ પાટકરે તેમના સમર્થકો સાથે ઉમરગામ વિધાનસભા બેઠક ઉપરથી BJPમાંથી ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભાની ઉમરગામ તાલુકાની બેઠક 1 લાખથી વધુની લીડ મેળવશે તેવો આશાવાદ રમણલાલ પાટકરે વ્યક્ત કર્યો હતો. રમણલાલ પાટકરે ઉમેદવારી ફોર્મ ભારતાની સાથે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના પીઢ કાર્યકર્તા અને ઉમરગામ તાલુકામાં સારી નામના ધરાવતા નરેશભાઈ વળવીના નામની જાહેરાત કરી હતી. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો સાથે નરેશ વળવીએ આજે ઉમરગામ બેઠક ઉપર તેમના સમર્થકો સાથે ઉમરગામ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાપજ પાસેથી ઉમરગામ બેઠક છીનવી કોંગ્રેસ જંગી બહુમતીથી જીત મેળવશે તેવી ખાતરી કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીને તેમના કાર્યકરોએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...