• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Candidate From Bhadeli Jagalala Village Of Valsad Posted A Photo Of Ballot Paper On Social Media, Rival Candidate Demanded Cancellation Of Membership

આચાર સંહિતાનો ભંગ:વલસાડના ભદેલી જગાલાલા ગામના ઉમેદવારે બેલેટ પેપરનો ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો, હરીફ ઉમેદવારે સભ્યપદ રદ્દ કરવા માંગ કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારે મતદાન કરી ફોટો મૂક્યો, હરિફ ઉમેદવારે આચાર સંહિતા ભંગની લેખિત ફરિયાદ કરી
  • હરિફ ઉમેદવારે ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરતા ગામમાં ચકચાર

વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ નં. 5ના ઉમેદવારે વોર્ડ નં. 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. ઉમેદવારના હરીફ ઉમેદવારની પેનલના સભ્યએ ચૂંટણી અધિકારીને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી વોર્ડ નં. 5ના ઉમેદવારનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી હતી. તેમણે ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરતા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

વલસાડ જિલ્લાના 300 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ નં. 5ના સભ્ય ભાવેશ દુર્લભભાઈ ટંડેલે વોર્ડ નં. 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ભદેલી શીત તળાવ મતદાન મથકના બેલેટ પેપરનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હરીફ ઉમેદવારની પેનલના સરપંચના ઉમેદવાર ભરત પ્રભુભાઈ ટંડેલે ચૂંટણી અધિકારીને એક લેખિત ફરિયાદ કરી હતી. તેમજ ફોટા વાઈરલ કરનારા વોર્ડ નં. 5ના ઉમેદવાર ભાવેશ ટંડેલનું સભ્યપદ રદ્દ કરવાની માંગ સાથે આચાર સંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે ભદેલી જગાલાલા ગામના ઉમેદવારે સોશિયલ મીડિયામાં બેલેટ પેપરનો ફોટો શેર કરવા બદલ ફરિયાદ કરતા ગામમાં ચૂંટણીના દિવસે માહોલ ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...