સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં ટોરેન્ટો પાવર કંપનીને ઘરેલું અને ઉદ્યોગિક વીજળી વિતરણ માટે જે કોન્ટ્રાક્ટ કર્યો છે તેને રદ કરવા આદિવાસી એકતા પરિશદે પ્રશાકને લેખિત રજુઆત કરી છે. દાનહ અને દમણ દીવ વિદ્યુત વિભાગનું પ્રસાસને ગત વર્ષે ખાનગી કરણ કરી આ માટે ટોરેન્ટો પાવર લિમિટેડ સાથે 30વર્ષનો કરાર કરી તેને કામ સોપવામાં આવ્યું હતું.
આ કરારમાં સરકાર અને ટોરેન્ટો પાવર લિમિટેડમાં એ નક્કી કરવામાં આવેલું કે, ઉપભોક્તાને કોઈ તકલીફ વીના વીજ સપ્લાય કરવામાં આવશે. અને ઔદ્યોગિક,કમર્શિયલ,ડોમેસ્ટિક અને ઍગ્રિકલ્ચર કનેક્શન દરેક પ્રકારના નવા કનેક્શન ત્રણ દિવસમાં આપી દેવામાં આવશે.1 એપ્રિલ 2022થી ટોરેન્ટો પાવર લિમિટેડે દાનહ અને દમણ દીવનો વિદ્યુત વિતરણનું કાર્ય સંભાળ્યું ત્યાંથી દાનહમાં વીજળી વિતરણની સમસ્યા વધી ગઇ છે.કંપનીએ સરકાર સાથે કરેલા કરારનામાં વિફળ રહી છે.
અત્યાર સુધી પેન્ડીંગ પડેલી ઔદ્યોગિક,કમર્શિયલ ડોમેસ્ટીક અને ઍગ્રિકલ્ચર કલેક્શન આપવા માટે કોઈ જ કાર્યવાહી કરી નથી. જેનાથી પ્રદેશનો ઔદ્યોગિક વિકાસને મોટો ધક્કો લાગી રહ્યો છે. નવા ઔદ્યોગિક કનેક્શન ન અપાતા ઔદ્યોગિક વિકાસની રફતાર અટકી રહી છે.ટોરેન્ટો પાવર દ્વારા ટેકનિકલ પ્રોબ્લમનુ બહાનું કાઢી નવા ઔદ્યોગિક અને અન્ય કનેક્શન ફાળવવામાં આવતા નથી જેની તપાસ કરાવવામાં આવે.
એક મહિનામાં વીજ દરોમાં સરચાર્જના નામે ઘરેલુ અને ઔદ્યોગિક એકમો પાસે સંયુક્ત વિદ્યુત નિયામક આયોગની પરમિશન વગર જ સરચાર્જ લગાવવામાં આવી રહ્યો છે જે ગેરકાયદે છે.કંપની દ્વારા અત્યાર સુધી દાનહમાં જે રીતે વીજળી દરોમાં વધારો કરવામાં આવ્યો છે એની કાનૂની પ્રક્રિયાઓને પૂર્ણ નથી કરાઇ નથી.
પ્રદેશના કેટલાક વિસ્તારમાં વારંવાર વીજળી ડૂલ થઇ રહી છે એનું નિરાકરણ થતું નથી. જેથી ટોરેન્ટો પાસે વિતરણ કરારને રદ કરી તાત્કાલિક દાનહ વિદ્યુત વિતરણ નિગમને સોપવામાં આવે.એવી આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રભુ ટોકીયાએ માગ સાથે પ્રશાસકને લેખિત ફરિયાદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.