ઉનાળું એક્શન પ્લાન:વલસાડના 1.16 લાખ શહેરીજનો માટે નહેર ખાતું 2.70 કરોડ લિટર પાણી છોડી પાલિકાનો ડેમ ભરશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નહેર વિભાગે 30 એપ્રિલે નવું રોટેશન આપવાનો નિર્ણય કર્યો, ઉનાળામાં ડેમમાં પાણી ઘટી જતાં શહેરીજનો નહેર પાણી પર નિર્ભર
  • વરસાદ ​​​​​​​લંબાશે તો શહેરને પીવાના પાણીની સમસ્યા ઉદભવી શકે

વલસાડ શહેર માટે ઉનાળામાં નહેર વિભાગ વોટર લાઇફ લાઇન જેવું સાબિત થાય છે.શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા પાલિકાના અબ્રામા સ્થિત હેડ વોટર વર્કસના ડેમમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત પૂરી પા઼ડવા નહેર વિભાગે રોટેશનનો નિર્ણય કર્યો છે.

ગત જૂલાઇમાં ચોમાસામા થયેલા ભારે વરસાદના કારણે છલકાઇ ઉઠેલા આ ડેમમાં પાણીનો સારો જથ્થો છે પરંતુ મે માસનાના ઉના‌ળામાં તે વધુ દિવસો સુધી પર્યાપ્ત થઇ શકે તેમ નથી.જેને લઇ નહેર વિભાગ 30 એપ્રિલથી વલસાડને પાણીનું રોટેશન ચાલૂ કરશે. જેને લઇ કાળઝાળ ગરમીના દિવસોમાં પણ શહેરને પાણીની સમસ્યાનો સામનો કરવો નહિ પડે. નહેરના પાણીથી ડેમ છલોછલ ભરાઇ ગયા બાદ ઉનાળામાં શહેરીજનો માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે.

ચાલૂ વર્ષે જૂલાઇ માસમાં ચોમાસના ભારે વરસાદમાં વલસાડ નગર પાલિકાના અબ્રામા ખાતે ઔરંગાનદીમાં રેલના પાણીનો અવિરત પ્રવાહ ધસી આવતાં આખો ડેમ છલકાઇ ગયો હતો.આ ડેમમાં ધરમપુર તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદને લઇ તાન નદીને મળતી ઔરંગા બંન્ને કાંઠે વહી હતી.આ સાથે વલસાડ તાલુકામાં 17 જૂલાઇ 2021ના રોજ 6 ઇંચ વરસાદ ખાબકતા ડેમ છલકાઇ ગયો હતો.જેને લઇ વલસાડ શહેરની 1.16 લાખથી વધુ વસતીને પીવાના પાણી અને વપરાશ કરવા માટે ઉનાળા સુધી કોઇ તકલીફ પડશે નહિ તેવો નજારો ઉભો થયો હતો.

ડેમ છલોછલ ભરાઇ જતાં પાલિકા સંવાહકોને પણ હાશ્કારો મળ્યો હતો.હવે જ્યા્રે ઉનાળો શરૂ થઇ ગયોને પણ એક માસથી વધુ સમય થઇ ચૂક્યો છે ત્યારે પાણીનો પુરવઠો પાલિકાના ડેમમાં ઓછો થતાં પાલિકા તંત્ર અને નહેર વિભાગ સળવળ્યું છે.આ પરિસ્થિતિમાં આગામી 30 એપ્રિલ 2022થી નવું રોટેશન ઉકાઇ કાકરપાળા ડાબાકાંઠાની કેનાલ મારફત શરૂ કરી દેવાનો નિર્ણય નહેર વિભાગ દ્વાર લેવામાં આવતાં ઉનાળામાં વલસાડના શહેરીજનોને પાણીની કોઇ મુશ્કેલી સર્જાશે નહિ તે સ્પષ્ટ થઇ ગયું છે.

ગત ચોમાસામાં ઉકાઇ ડેમ ભરાઇ જતાં પાલિકાઓને ફાયદો
ઉકાઇ ડેમમાં ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો જરૂરિયાત મુજબનો થતાં જે નગરરપાલિકાઓને કાકરાપાળ નહેર દ્વારા પાણી મળે છે તેવી પાલિકાઓને રાહત મળે છે.વર્ષના ઉનાળા દરમિયાન પાલિકાના આ ડેમમાં પાણી તળિયે પહોંચી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ પાલિકા શાસકોની ચિંતા વધારે છે.આ સ્થિતિમાં વલસાડ પાલિકાને ડેમમાં પાણી માટે નહેર વિભાગ ઉપર નિર્ભર રહેવું પડે છે.

અબ્રામા રાઇઝિંગ લાઇન જર્જરિત
વલસાડ નગરપાલિકાના અબ્રામા વોટર વર્કસથી શહેરના કોટ વિસ્તાર અને મોગરાવાડી તથા અબ્રામા ઝોનમાં પાણીનો સપ્લાય પહોંચાડવા બે રાઇઝિંગ પાઇપ લાઇન નાખવામાં આવી છે.પરંતું અબ્રામા હાઇવેથી જૂના મોગરાવાડી તરફ આવતી રાઇઝિંગ લાઇન વર્ષો જૂની હોવાથી તેના જોઇન્ટ સેડલરમાં શીશુ ઉખડી જવાથી વારંવાર પાણી લિકેજની સમસ્યા ઉભી થાય છે.તાજેતરમાં જ અબ્રામા વિસ્તારમાંથી પસાર થતી આ લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી રસ્તા પર વહી જાય છે.

પાણીનો પુરવઠો મે જૂન સુધી મળી રહેશે
વલસાડ શહેરમાં 1.17ની વસતી ઉપરાંત નજીકના હનુમાનભાગડા તથા પાણી પુરવઠા જૂથ યોજનાના 5 ગામને પણ ઔરંગાનદી વચ્ચે બાંધવામાં આવેલા વલસાડ પાલિકાના ડેમમાંથી જ પાણી પુરું પાડવામાં આવે છે.આ ડેમમાં ચોમાસામાં જળસંગ્રહ થાય છે.જે પાણી ઉનાળા સુધી ચાલે છે.દરવર્ષે ભારે વરસાદના પગલે ડેમ ભરાઇને ઉભરાતાં શહેરીજનોને પાણીનો પુરવઠો મે જૂન સુધી સરળતાથી મળી રહેશે.

પાલિકાના ડેમની મરામત કરવાની જરૂરત
વલસાડ પાલિકાના 11 વોર્ડમાં પાણી પહોંચાડવા માટે વોટર વર્કસથી 8 કિમી રાઇઝિંગ વોટર પાઇપલાઇન વલસાડ શહેર સુધી નાખવામાં આવી છે.બીજી નવી લાઇન પણ નખાશે પરંતું શહેરની વસતી વધતી જાય છે તેમ પાણીની ડીમાન્ડ પણ દિવસે દિવસે ‌વધી રહી છે.જેને લઇ પાલિકાના ડેમના નિભાવની કામગીરી પર પાલિકા તંત્ર વધુ ધ્યાન આપે તે જરૂરી હોવાનું લેખાઇ રહ્યું છે.પાલિકાનો વર્ષો જૂનો ડેમમાં જે કોઇ બાંધકામને લગતી કામગીરી હોય તે તાત્કાલિક પૂર્ણ કરી દેવા પાલિકાના સભ્યો પણ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...