પારડી તાલુકાના ઉદવાડા સ્ટેશનથી ઉદવાડા ગામને જોડતાં માર્ગ ઉપર કિકરલા ગામે આજે શનિવારના રોજ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઉભેલી બસને ઓવર ટેક કરવાની લાહ્યમાં પાછળથી આવતી એસટી બસના ચાલકે ટ્રકને સામસામે ઠોકી દેતાં અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી
એસટી બસ નં. જી.જે. 18 ઝેડ. 6593 નવસારીથી દમણ તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક નં. જી.જે 15 ઝેડ. 0955 દમણથી પારડી તરફ જઈ રહી હતી. તે દરમિયાન બસ ચાલકે ઓવરટેક કરતાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને ટ્રાફિકને કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.