તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રખડતા પશુનો ત્રાસ:વલસાડના રસ્તાઓ પર આખલાઓ બાખડતા વાહનને નુકસાન, ધમધમતા રસ્તા પર થોડીવાર માટે વાહનો થંભી ગયા

વલસાડ15 દિવસ પહેલા
  • કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા પાલિકા કાર્યવાહી કરે તેવી લોકોની માગ

વલસાડ શહેરમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. સોમવારે ટ્રાફિકથી ધમધમતા ગૌરવ પથ ઉપર ડોક્ટર હાઉસની સામે ત્રણ બળદોએ આંતક મચાવ્યો હતો. જેને લઈને મોપેડ લઈને જતી મહિલા બળદનો શિકાર બનતા બચી હતી. સ્થાનિક લોકોએ બળદોને દૂર કર્યા હતા.

વલસાડ શહેરમાં રખડતા પશુ ધનનો દિવસે દિવસે આંતક વધી રહ્યો છે. સોમવારે બપોરે ડોક્ટર હાઉસ સામે ગૌરવ પથ ઉપર ત્રણ બળદો અંદર અંદર લડી રહ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા ગૌરવ પથનો ટ્રાફિક લડત બળદોને જોઈને ટ્રાફિક પણ થંભી ગયો હતો. બળદો લડતા લડતા રોડની બાજુમાં પાર્ક કરેલી કાર પાસે આવી પહોંચતા કારમાં નુકશાની પહોંચાડી હતી. સ્થાનિક લોકોએ લડી રહેલા બળદો ઉપર પાણીનો છંટકાવ કરીને બળદોને દૂર ખદેડવાનો પ્રયાસ પણ કર્યો હતો. થોડી વારમાં બળદ સામસામે આવી જતા પાછા લડવા લાગ્યા હતા. વહેલી તકે રખડતા પશુ ધનને પકડી પાંજરે પુરવા સ્થાનિક લોકો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

થોડા મહિનાઓ પૂર્વે DDOના બાંગ્લા સામે લડતા લડતા એક વૃદ્ધને અડફેટે લીધા હતા. વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધ કોમામાં જતા રહ્યા હતા. કોમામાં ગયેલા વૃદ્ધનું 2 દિવસ અગાઉ મૃત્યુ પણ નીપજ્યું હતું. તેને લઈને સ્થાનિક લોકોએ વહેલી તકે રખડતા પશુ ધનને પાંજરે પુરવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...