ફરિયાદ:નરોલીના15થી વધુ લોકો સાથે બુલેટ ટ્રેનમાં જમીનના વળતરના નામે લાખોની છેતરપીંડી

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડવોકેટ વિશાલ શ્રીમાળી, પૃથ્વીરાજ રાઠોડ અને અશોકસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ

દાનહમાં નરોલી ગામના બે વ્યક્તિ અને એક વકીલ દ્વારા માર્બલ વેસ્ટ ઠાલવવાના મુદ્દે વેપારીઓને બ્લેકમેલિંગ કરવાના કેસમાં રોકડ રકમ સાથે એકની ધરપકડ કરાયા બાદ બીજા 2ની પણ ધરપકડ કરવામાં આવી છે.આજ રીતે નરોલી ગામમાથી પસાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જેઓની જમીન ગયેલી તેવા લોકો સાથે પણ એડવોકેટ વિશાલ શ્રીમાલી,પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડે વળતર અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનારાઓ એક પછી એક કલેકટર અને પોલીસમાં ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે.

સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનનું વળતર અપાવવાના નામે એડવોકેટ વિશાલ શ્રીમાલી,પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડે નવા ગ્રામ નિવાસી ભાણીયા બાવલા હળપતિને પણ છેતર્યો હોવાથી તેણે આરડીસી ચાર્મી પારેખ અને દાનહ એસપીને લેખિત ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ કે, નરોલી ગામમાંથી પસાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એમની જમીન પણ ગઈ છે જેનું સરકાર તરફથી વળતર અપાવવા માટે આ ઇસમોએ તૈયારી દાખવતા તેઓએ પાસે જરૂરી કાગળો તૈયાર કરવા ગયા હતા. વળતર રૂપે 12,53, 350 રૂપિયા સરકાર તરફથી મળવાના હતા.

એ દરમ્યાન ત્રણે શખ્સોએ તેઓને રૂપિયા કઢાવવા માટે મદદ કરવાનું આશ્વાશન આપ્યુ હતું એના અવેજમાં રૂપિયા ન લેવા અને આ કામ ફક્ત સમાજસેવા માટે કરવાનું જણાવ્યું હતું ત્યાંર બાદ પૃથ્વીરાજ,અશોકસિંહ અને એડવોકેટ વિશાલ રૂપિયા માટે ધમકી આપી રહ્યા હતા અને જમીનનું વળતર અટકાવી દેવાનું કહીં અમારી પાસે રૂપિયાની માંગણી કરી ત્રણે વ્યક્તિએ 1લાખ 9હજાર રૂપિયા વસુલ્યા હતા. ભાણિયાભાઈએ પોલીસ સમક્ષ દોષીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નરોલી ગામના નવાગ્રામના રહેવાસી પાસે નરોલીના પૃથ્વીરાજ, એના પિતા અશોકસિંહ અને એડવોકેટ વિશાલ શ્રીમાળી નામના શખ્સોએ છેતરપિંડી કરી ધમકીઓ આપી રહ્યા હતા. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે તેઓને બુલેટ ટ્રેનના વળતર અપાવવાના બહાને સમાજસેવાનું કામ બતાવી દરેકની સહી અને અંગુઠા લઈ લેવામાં આવ્યા હતા અને કોર્ટમાં અને વકીલની ફીના રૂપે દરેક શખ્સ પાસેથી પહેલા પાંચ હજાર અને બાદમાં 40હજાર રૂપિયા લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...