તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ:પ્રધાન મંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટ હેઠળ  બુલેટ ટ્રેનની કામગીરી શરુ, 1.01 લાખ કરોડના ખર્ચે પ્રોજેટની કામગીરી શરુ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદથી વાપી L&Tને કામ સોંપવામાં આવ્યું છે. જ્યારે વાપીથી બાંદ્રા સુધીનું કામ તાતા કંપની પ્રોજેક્ટ જોશે.
 • જેમાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી 81% રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ એવા આમદાવાદ મુંબઈ વચ્ચે 508.17 કિમીની હાઈ સ્પીડ બીલેટ બુલેટ ટ્રેન 2 રાજ્યોને જોડશે. 508.17 કિમીના રુટમાં 12 જેટલા સ્ટેશનો અમદાવાદ મુંબઈ વચ્ચે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 1.01 લાખ કરોડના ખર્ચે હાથ ધરવમાં આવ્યો છે. જેમાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી 81% રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે અમદાવાદથી વાપી સુધી L&T દ્વારા કામ હાથ ધરવામાં આવશે. જયારે વાપીથી બાંદ્રા વચ્ચે તાતા ગ્રુપને કામગીરી સોંપવામાં આવી છે.

દેશની સૌથી પ્રથમ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશનનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના સ્ટ્ક્ચર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. વાપી ખાતે 237.1 કિલો મીટર સી4 ફોર પેકેજ ઉપર આજે પ્રથમ પિલ્લર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે, બુલેટ ટ્રેનનો આ પ્રોજેક્ટ અંદાજે 1.01 લાખ કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. જેમાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી 81% રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે જેનું કામ વાપી ખાતે L&Tની ટીમ દ્વારા કોન્ક્રીટ પથારવની કામગીરી શરુ કરવામાં આવી છે. આ સંપૂર્ણ પ્રોજેકજટમાં 14 નદીઓ ઉપર બ્રિજ બનાવવામાં આવશે. 42 મુખ્ય રસ્તાઓને ક્રોસ કરશે. 6 રેલવે ક્રોસિંગને ક્રોસ કરશે જ્યારે 350 મીટરની એક ટનલ બનાવવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. જયારે બુલેટ ટ્રેન માટે જમીન એક્વાયર કરવાની કામગીરી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર્ણ થાય ચુકી છે. મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તરોમાં જમીન એક્વાયર કરવાની કામગીરી બાકી છે. હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા બુટેલ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 10મી ફેબ્રુઆરીથી બુલેટ ટ્રેનના રેલવે લાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી ખાતે 237.1 કિમિ લાઇનમાં કોન્ક્રીટ પાથરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ વડોદરા સુધી બુલેટ ટ્રેનના રેલવે સ્ટેશન L&T દ્વારા તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો