તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન રદ:વલસાડમાં છેતરપિંડીમાં બિલ્ડર તલાટી પત્નીના આગોતરા રદ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેચેલા ફલેટને બીજીવાર 8.25 લાખમાં સોદો કર્યો

મોગરાવાડીમાં ‌એક મહિલાને રૂ.8.25 લાખની કિમતે વેચાણે આપ્યા બાદ 2015થી બિલ્ડર અને તેની પત્ની,પાર્ટનર મહિલા તલાટીએ આ ફલેટ બીજા કોઇને પણ વેચી નાંખી છેતરપિંડી કરી હોવાની ફરિયાદના કેસમાં બંન્ને બિલ્ડર બેલડીએ પોલીસ ધરપકડથી બચવા રજૂ કરેલા આગોતરા જામીન સેશન્સ કોર્ટે રદ કર્યા છે.

મોગરાવાડીમા રહેતી રેખાબેન શંકરભાઇ વાઘે સિટી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ 2015માં મણીનગરમાં હાલરમાં શીવાલી રેસિડન્સીમાં રહેતા અને ધરમપુરમાં તલાટી તરીકે ફરજ બજાવતા અને બિલ્ડર પતિના ભાગીદાર ખ્યાતિબેન સત્યેનભાઇ દેસાઇ અને સત્યેન મયુરભાઇ દેસાઇ શ્રીરામકૃપા રેસિડન્સી બનાવતા હતા.તેમાં બીજા માળે ફલેટ પસંદ પડતાં ખરીદવાનું નક્કી કર્યું હતું.જેની વેચાણ કિમત રૂ.8.25 લાખ ચૂકવ્યા હતા.

આ ગ્રાહક મહિલાએ વેચાણ દસ્તાવેજ કરી આપવા કહેતા અલગ અલગ બહાના કાઢતા રેખાબેને શંકા જતા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં તપાસ કરી હતી.જેમાં ફલેટ નં.201 બીજા ગ્રાહકને વેચાણે આપેલું હોવાનું માલુમ પડ્યું હતી.તેના બદલે 101 નં.નો ફલેટ આપતા તેના ઉપર પણ બેંક લોન બોલતી હતી.આમ ફલેટનું વેચાણમાં છેતરપિડી અને વિશ્વાસઘાતની ફરિયાદ થઇ હતી.આ કેસમાં બિલ્ડર બેલડી ખ્યાતિ દેસાઇ અને પતિ સત્યેન દેસાઇએ આગોતરા જામીન રજૂ કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ ડી.કે.સોનીએ બંન્નેના આગોતરા જામીન ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...