ધોળા દિવસે લૂંટ:સેલવાસની જ્વેલરી શોપમાં બંદૂકની અણીએ બુકાનીધારીઓએ સોના-ચાંદીના આભૂષણો અને રોકમ રકમની લૂંટ ચલાવી

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં લૂંટની ઘટના સામે આવી છે. સેલવાસના આમલી વિસ્તારના બસેરા કોમ્પલેક્ષ ખાતે આવેલી આભૂષણ જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાગમાં આવેલા અજાણ્યા યુવકોએ બંદૂકની અણીએ ધોળા દિવસે લૂંટ ચલાવી બાઈક ઉપર ફરાર થઇ ગયા. ઘટનાની જાણ સેલવાસ પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

બપોરના સમયે બુકાનીધારીઓએ ઘટનાને અંજામ આપ્યો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના આમલી વિસ્તારમાં બસેરા કોમ્પલેક્ષ ખાતે આભૂષણ જ્વેલરી શોપમાં બપોરે 3 વાગ્યાની આજુબાજુ 3 બુકાનીધારી લૂંટારુઓએ સોના-ચાંદીના આભૂષણો તથા રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

ગ્રાહકના સ્વાગમાં આવી લૂંટ ચલાવી
મોટરસાઇકલ ઉપર આવેલા ત્રણ લૂંટારુઓ પૈકી એક લૂંટારું બહાર બાઈક ઉપર હતો અને 2 બુકનીધારી લૂંટારુઓ દુકાનમાં પ્રવેશી બંદૂક બતાવીને દુકાનમાં રાખેલા સોનાની વીંટી, આભૂષણો તથા ચાંદીના આભૂષણો અને રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તાપસ શરૂ કરી દીધી હતી. સેલવાસના મુખ્યમાર્ગ ઉપર ધોળા દિવસે લૂંટના બનાવથી ગુનેગારો કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...