તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વલસાડમાં પાલિકાના આડેધડ ખોદકામથી BSNLના કેબલ કપાયા, 1600 ફોન ઠપ

વલસાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાણીની લાઇન માટે ખોદકામમાં જેસીબીથી કેબલો ઉખડી ગયા

વલસાડ ધરમપુર રોડ ઉપર પાલિકાએ પાણીની મેઇન લાઇન નાંખવાની કામગીરી વચ્ચે કોન્ટ્રાકટરના જેસીબીથી બીએસએનએલના હેવી કેબલોનો ખુરદો બોલાઇ ગયો હતો. વલસાડ પાલિકાએ પાણીની મેઇન લાઇન નાંખવા માટે ધરમપુર રોડ ઉપર કામ શરૂ કર્યું છે.જેના માટે કોન્ટ્રાક્ટરે સોમવારે જેસીબીથી ખોદાણ શરૂ કરી દીધુ હતું.આડેધડ ખોદકામને પગલે આ લાઇનની સમાંતર પસાર થતા બીએસ એનએ લના હેવી કેબલ કપાઇ જતા હાલર,મિશન કોલોનીથી એસપી સર્કલ સુધીના વિસ્તારોમાં 1600 ટેલિફોન બંધ થઇ ગયા હતા જેનાથી ગ્રાહકોને હાલાકી ભોગવવા ની નોબત આવી હતી.

આ અંગેની જાણ થતાં બીએસએનએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતાં ટેલિફોનની હેવી કેબલો તૂટીને બહાર ઉખડી ગયેલા નજરે પડ્યા હતા.જેની મરામતની કામગીરી માટે મોટી જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પાલિકા દ્વારા અવાર-નવાર ખોદકામને લઇને બીએસએનએલના કેબલ વાયરો કપાઇ જવાની ઘટના બનતી રહી છે. જેને લઇને સ્થાનિક લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે. 1600 જેટલા ફોન એક સાથે ઠપ થઇ જતા હવે બીએસએનએલ વિભાગે તેને ચાલુ કરવા કમર કસવી પડશે

પાલિકાએ ખોદાકામ પહેલા જાણ કરી નહીં
વલસાડ ધરમપુર રોડ ઉપર નગરપાલિકાએ પાણીની મેઇન લાઇન નાંખવાની કામગીરી શરૂ કરતાં પહેલા આ રોડની બાજૂમાંથી પસાર થતી બીએસએનએલની લાઇનને સંભવિત નૂકસાન થવાથી રોકવા માટે કોઇ જાણકારી જ આપી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જ્યારે સેંકડો ટેલિફોન બંધ થઇ જતાં ફરિયાદ ઉઠતાં બીએસએનએલ કર્મચારીઓ દોડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો