પ્રેમીનું પોત પ્રકાશ્યું:વલસાડના લીલાપોરમાં રહેતી પ્રેમિકા પર શંકા કરી પ્રેમીએ હુમલો કર્યો, ફરિયાદ થતા પ્રેમીની ધરપકડ

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમીએ હાથમાં પહેરેલું કડું પ્રેમિકાના માથામાં મારતા પ્રેમિકાને સારવાર માટે ખસેડાઈ
  • વલસાડના લીલાપોરમાં રહેતી એક યુવતી પર તેના જ પ્રેમીએ હાથમાં પહેરેલા કડા વડે જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો છે.
  • યુવતીની માતાએ હુમલાખોર પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના માલવણ ગામમાં રહેતો જતીન નાનુભાઈ પટેલે લીલાપોર ગામમાં રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ રાખ્યો હતો. યુવતીએ તેના પરિવારને પણ તેના પ્રેમ સંબંધની જાણ કરી હતી. યુવતીના પરિવારજનોએ સગાઈ બાદ લગ્ન કરવાની મંજૂરી પણ આપી દીધી હતી અને યુવક છેલ્લા 6 માસથી યુવતીના ઘરે આવતો જતો હતો. ગતરોજ લીલાપોર ખાતે જતીને યુવતી ઉપર વહેમ રાખી કડા વડે યુવતીને માથાના ભાગે કડાના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. જતીન યુવતી ઉપર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ 108ની મદદ વડે યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીની માતાએ જતીન વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે FIR નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે જતીનની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડના માલવણ ગામમાં રહેતો જતીન નાનુભાઈ પટેલે 1 વર્ષ પહેલાં લીલાપોર ખાતે રહેતી ગીતા (નામ બદલ્યું છે) સાથે લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ રાખ્યો હતો. ગીતાએ જતીન ઉપર વિશ્વાસ રાખીને તેના માતા પિતાને પોતાના પ્રેમ સંબંધની વાત પણ કરી દીધી હતી. ગીતાના માતા પિતાએ જતીન સાથે સગાઈ અને લગ્ન કરવાની મંજૂરી આપતા જતીન છેલ્લા 6 માસથી ગીતાના ઘરે અવર જવર કરતો રહેતો હતો. જતીનને ગીતા ઉપર શંકા જતા જતીને ગીતાને ઘર કામ કરવા જવાની ના પાડી દીધી હતી ગીતાએ જતીનના કહેવા ઘરકામ કરવાનું પણ બંધ કરી દીધી હતું. તેમ છતાં જતીન ગીતા ઉપર શંકા વહેમ રાખતો હતો. જતીન પણ અન્ય યુવતીઓ સાથે ફરતો હોવાની વાત ગીતાને મળતી રહેતી હતી.

ગુરૂવારે જતીને લીલપોર ખાતે ગીતાના માથા ઉપર જતીને હાથમાં પહેરેલ કડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગીતા ઉપર પ્રેમી જતીને અચાનક હુમલો કરતા ગીતાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી સ્થાનિક લોકો દોડી આવતા જતીન ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ 108ની ટીમ અને રૂરલ પોલીસને કરી હતી. 108ની ટીમે ઇજાગ્રસ્ત ગીતાને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ગીતાની માતાએ ગુરૂવારે મોડી રાત્રીએ જતીન વિરુદ્ધ FIR નોંધાવી હતી. ગીતાની માતાની FIRના આધારે જતીનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...