ક્રાઇમ:દારૂ સાથે ઝડપાયેલી બંને યુવતી ટેલીફિલ્મની આર્ટિસ્ટ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે મુકુંદ બ્રિજ પાસે એક કાર ન. GJ-01-RY-3811ને અટકાવી ચેક કરતા 216 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 31,200નો જથ્થો મળી કુલ 5.36 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે 2 મહિલાઓને ઝડપી પાડી હતી. આરોપીઓ સામે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ માટે ધરમપુર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. ધરમપુર પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા હેતલ રાજેન્દ્રભાઇ ભટ્ટ, રહે. નારણપુરા અમદાવાદ તે શોર્ટ ફિલ્મ અને ટેલિ ફિલ્મના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું અને આરતી ઈશ્વરભાઈ ગૈસ્વામી, રહે જામનગર, તે અમદાવાદની લોકલ એડ આર્ટિસ્ટ હોવાનું ધરમપુર પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. બંને મહિલાઓનું કામ લોકડાઉનથી બંધ થઈ ગયું હતું.

આર્થિક સકળામણમાંથી બહાર આવવા અને કારની બેંક લોનના હપ્તા ચૂકવવા પાલઘરથી અમદાવાદ દારૂનો જથ્થો લઇ જવાનો વિચાર આવ્યો હતો. બંને આરોપીઓના ટેસ્ટનો રિપોર્ટ બુધવારે નેગેટિવ આવતા બંને મહિલાઓની ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લોકડાઉનમાં લોકો બેકાર બનતા દારૂની ખેપ મારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...