તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:વલસાડના ચિચાઈ ગામમાં દારૂ અંગે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી બુટલેગરે યુવકને માર માર્યો

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકની પત્ની અને વૃદ્ધ માતા પિતાને પણ લાકડાના સપાટા માર્યા

વલસાડ તાલુકાના ચિચાઈ ગામના ઝાડવા ફળિયામાં રહેતો યોગેશ બુટલેગરની ગાડી થોડા દિવસ પહેલા દારૂના જથ્થા સાથે પોલીસે પકડી હતી. જેની બાતમી ચિચાઈ ગામના નવી નગરીમાં રહેતો સાગરે બાતમી પોલીસને આપી હોવાનો વહેમ રાખીને યોગેશ અને ચેતને સાગરને લાકડાના સપાટા મારી હુમલો કર્યો હતો. સાગરને બચાવવા તેની પત્ની વચ્ચે આવતા તેને અને સાગરના માતા પિતાને પણ લાકડાના સપાટા મારી હુમલો કર્યો હતો. બનાવ અંગે સાગરની પત્નીએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વલસાડ તાલુકાના ચિંચાઈ ગામની નવી નગરીમાં રહેતો સાગર ગુલાબભાઈ માંગ તેના પરિવાર સાથે રહેતો હતો. 1લી જુનની સાંજે ગામના ઝાડ ફળિયામાં રહેતો ચેતન મણિલાલ પટેલ અને યોગેશ મણિલાલ પટેલ બાઈક ઉપર સાગરના ઘરે લાકડા લઈને આવ્યા હતા. સાગરને ઘરની બહાર બોલાવીને યોગેશની દારૂની ગાડી આવવાની સાગરે બાતમી આપી હોવાનો વહેમ રાખીને ઝઘડો કંકાસ કરીને ચેતને અને યોગેશે સાગરને લાકડાના ફટકા કર્યા હતા. સાગરની પત્ની જ્યોતિ તેને બચાવવા વચ્ચે પડતા ચેતન અને યોગેશે જ્યોતિબેનને પણ લાકડાના ફટકા માર્યા હતા. સાગરના માતા પિતા વચ્ચે પડતા તેઓને પણ ચેતન અને યોગેશે લાકડાના ફટકા માર્યા હતા.

બનાવ અંગે બુમાબુમ થતા અજુબાજુમાંથી લોકો દોડી આવતા ચેતન અને યોગેશે ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત સાગરને 108 મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે. બનાવ અંગે સાગરની પત્ની જ્યોતિએ હુમલાખોર બુટલેગર ચેતન અને યોગેશ વિરૂદ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...