પાસા હેઠળ કાર્યવાહી:વલસાડમાં દારૂનો જથ્થો ઠાલવવાના ગુનામાં સંડોવાયેલા બૂટલેગરની પાસા હેઠળ અટકાયત, ભાવનગરની જેલમાં ધકેલાયો

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડની LCBની ટીમે વિધાનસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને લિસ્ટેડ બુટલેગરો સામે પાસાની દરખાસ્ત કરીને તમામ બૂટલેગરો ઉપર અંકુશ લાવવા પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં નોંધાયેલા 4 કેસોમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ કરી હતી. જે દરખાસ્ત મજૂર થતા વલસાડ LCBની ટીમે દમણથી આરોપીની ધરપકડ કરી પાસા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.
જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ પાસાની દરખાસ્ત મુકવામાં આવી હતી
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને ચૂંટણી મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ LCB PI વી.બી.બારડને સૂચના આપી હતી. જેમાં વલસાડ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવાના કેસમાં ડાભેલ પુનીયા ફળીયા, રહેતા હરીશ પટેલની સંડોવણી સામે આવી હતી. જેથી હરીશ પટેલ વિરુદ્ધ સાધનિક કાગળો એકત્રિત કરી વલસાડ જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ પાસાની દરખાસ્ત મુકવામાં આવી હતી.
​​​​​​​​​​​​​​દારૂના 4 કેસમાં સંડોવાયેલો હતો
વલસાડ જિલ્લા મેજિસ્ટેટ દ્વારા પાસાની દરખાસ્ત મજૂર થતા વલસાડ LCBની ટીમે દમણ ખાતે રહેતા હરીશ રમેશભાઈ પટેલની ધરપકડ કરી પાસા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં વાપી ટાઉન, પારડી અને વલસાડ રૂરલ પોલીસ મથકે ઝડપાયેલા લાખો રૂપિયા દારૂના 4 કેસમાં સંડોવણી બહાર આવતા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...