GSTનો બોગસ અધિકારી ઝડપાયો:વલસાડના ધરમપુરમાં આઈસક્રીમ સેન્ટરના સંચાલકને શંકા જતા બોગસ અધિકારીનો ભાંડો ફૂટ્યો, જેલ હવાલે કરાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈડી કાર્ડની કલર ઝેરોક્ષ બતાવતા દુકાનદારને શંકા પડી
  • GST નંબર ન હોવાથી દુકાનદાર પાસેથી રૂ. 50 હજારની માંગણી કરી દુકાન સીલ કરવાની ધમકી આપી

વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં આવેલી જનતા આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંક્સની દુકાન ખાતે સુરતના GST અધિકારી તરીકે રૂઆબ બતાવી દુકાનદાર પાસેથી GST નંબરની માંગણી કરી હતી. દુકાન સંચાલક GSTના સ્લેબમાં આવતા ન હોવાનું જણાવતા અધિકારીએ રૂ 50 હજારની માંગણી કરી હતી. જો રૂપિયા નહીં આપેતો દુકાન સિલ કરવા સુધીની ધમકી આપી હતી. દુકાન સંચાલકે તેના મિત્રની મદદ મેળવી ચેક કરતા GST અધિકારીની આઇડી કાર્ડ કલર ઝેરોક્ષ હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારી ભાગવા જતા દુકાનદાર અને તેના મિત્રએ ડુપ્લીકેટ GST અધિકારીને ધરમપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં આવેલી જનતા આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંક્સના દુકાન સંચાલક ધરમનારાયણ દેવીલાલ ગુજ્જર આઇસક્રીમનો વેપાર કરી રહ્યા હતા. દુકાન આગળ એક કાર ન.GJ-15-YY-7645માંથી એક ઈસમ દુકાન ખાતે આવી પોતે સંદીપ ભૂરાભાઈ પરવાડિયા હોવાનું અને સુરત GST અધિકારી તરીકે ઓળખ આપી હતી. ધરમનારાયણ પાસેથી સામાન ખરીદીને બીલની માંગણી કરી હતી. દુકાન સંચાલકે તમામ બીલની ફાઇલ સંદીપભાઈને બતાવી દીધી હતી. જે બાદ દુકાનનો GST નંબર અને તેની વધારાની વિગતો માંગી હતી. દુકાન સંચાલકે GST સ્લેબમાં આવતા ન હોવાનું જણાવ્યું હતું. GST અધિકારી સંદીપે રૂ. 50 હજારની માંગણી કરી હતી. અને રૂપિયા 50 હજાર નહીં આપો તો દુકાન સીલ કરવાની ધમકી આપી હતી.

દુકાનદારે ભાવતાલ કરતા મામલો 25 હજાર ઉપર અટક્યો હતો. જેથી દુકાનદારે તેના મિત્ર જીતેન્દ્રભાઈની મદદ મેળવી GST અધિકારી સંદીપનું ID કાર્ડ માંગ્યુ હતું. સંદીપે કલર ઝેરોક્ષ કરેલું કાર્ડ બતાવતા દુકાનદાર અને તેના મિત્રને સંદીપ ઉપર ડુપ્લીકેટ GST અધિકારી બનીને દુકાનમાં આવ્યો હોવાની શંકા ગઈ હતી. ઓરિજિનલ ID બતાવવા માંગણી કરતા સંદીપે દુકાનમાંથી ભગવાનો પ્રયાસ કરતા ધરમનારાયણ અને તેના મિત્ર જીતેન્દ્રએ મળીને ડુપ્લીકેટ GST અધિકારીને ઝડપી ધરમપુર પોલીસ મથાકને સોંપ્યો હતો. ધરમપુર PSI અને તેમની ટીમે ડુપ્લીકેટ અધિકારીની અટકાયત કરી ધરમનારાયણ ગુજજરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...