રક્તદાન એ મહાદાન:વલસાડમાં રક્તદાન કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ, 156 યુનિટ રક્ત એકત્ર કરાયું

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેસ કલબ ઓફ વલસાડ, અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ સહિતનાઓ દ્વારા આયોજન કરાયું

વલસાડમાં રક્તની અછતને પહોંચી વળવા અને જરૂરિયાત મંદોને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કેન્દ્ર ખાતે પ્રેસ કલબ ઓફ વલસાડ, અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ, સાંઇનાથ સેવાભાવી મંડળ-બીનવાડા તેમજ વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના સહયોગથી રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં 156 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુ દેસાઈ, આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠો વિભાગના મંત્રી નરેશ પટેલ, જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, CWCના ચેરમેન સોનલ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રેસ ક્લબ ઓફ વલસાડના પ્રમુખ ઉત્પલ દેસાઈ, સહિત હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં પત્રકારો, મહિલાઓ અને ઉપસ્થિત મહેમાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી 156 બોટલ રક્ત એકત્ર કર્યુ હતું. આ પ્રસંગે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડાના યોગેશ પટેલ તથા વલસાડ રક્તદાન કેન્દ્ર તથા પ્રેસ ક્લબ ઓફ વલસાડના તમામ સભ્યોના સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...