તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:વલસાડ જિલ્લાના બ્લાઈન્ડ ક્રિકટર્સની આર્થિક સ્થિતિ કફોડી બનતા મદદની માગ કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર અને સામાજિક સંસ્થાઓને મદદ માટે આગળ આવવા અપીલ

નેશનલ અને ઇન્ટરનેશનલ બલાઇન્ડ ક્રિકેટમાં દેશનું નામ ઉજળું કરનારા વલસાડ જિલ્લાના ક્રિકેટરો હાલ કોરોનાકાળમાં વિષમ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. ત્યારે તેમના ગુજરાતના કોચનો વીડિયો સોશ્યલ મીડિયાના માધ્યમથી બ્લાઈન્ડ ક્રિકેટરોને મદદ કરવાની સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓને અપીલ કરી છે. નોંધનીય છે કે જીલ્લાનું ગૌરવ વધારનાર જિલ્લાના બલાઇન્ડ ક્રિકેટરો અન્યને ત્યાં મજુરી કરી, ખેતરમાં કામ કરી કે દૂધ વેચી જીવન વ્યતીત કરી ભારે વિષમ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે, નોકરી, અને પૂર્ણ સમયની રોજગારીના અભાવે હાલ તેઓ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવા છતાં તેમને મદદ કરવા જિલ્લા, તાલુકાનું સરકારી તંત્ર કે વિવિધ રાજકીય પક્ષો પણ આગળ આવ્યા નથી.

બલાઇન્ડ ક્રિકેટ ટીમના કોચે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને બલાઇન્ડ ક્રિકેટરોને કોરોના મહામારીમાં મદદરૂપ થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...