હાલમાં માર્ચ એન્ડિંગ માટે 100 ટકા બાકી વસુલાતના લક્ષ્યાંક પાર પાડવા ગામેગામ કવાયત ચાલી રહી છે.વલસાડ દ.ગુ. વીજ કંપની વર્તુળ કચેરીના તાબા હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વિજ કંપની દ્વારા વીજ બિલ નહિ ભરનારા વિજ ગ્રાહકો પાસેથી ડોર ટુ ડોર બિલ કલેક્શનની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.માર્ચના છેલ્લા 10 દિવસમાં ટીમે વિજ બિલ નહિ ભરનાર 1700 ગ્રાહકના જોડાણો કાપી નાંખતા ફફટાડ ફેલાયો છે.2022-23ના નાણાંકિય વર્ષના અંતિમ માસ માર્ચમાં આ કવાયત પુર જોશમાં ચાલી રહી છે.
ચાલુ વર્ષે પણ વીજ કંપની દ્વારા વલસાડ સર્કલ ઓફિસ હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં કુલ 240થી વધુ ટીમ બિલની રકમ વસુલ કરવા માટે કામે લગાડવામાં આવી છે. છે. માર્ચ મહિનાથી શરૂ કરાયેલી આ કડક વસુલાતમાં બિલ નહિ ભરનાર કુલ 1700થી વધુ ગ્રાહકોના મીટર જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.જો કે બિલ ભર્યા બાદ વિજ પુરવઠો તાત્કાલિક કાર્યરત કરવામાં આવશે.
વલસાડ સર્કલમાં 11.20 લાખ ગ્રાહકો
હિસાબી વર્ષ પૂર્ણ થતાં દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા નાણાંકિય વર્ષના અંતિમ માર્ચ મહિનામાં રિકવરી અભિયાન શરૂ કરી દેવામાં આવે છે. વલસાડ સર્કલ હેઠળ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં 11,19,444થી વધુ વીજ ગ્રાહકો આવ્યા છે.
ઝડપી વસુલાત માટે 240 ટીમ તૈનાત
3 જિલ્લામાં માર્ચ મહિનાના પ્રારંભથી જ બાકી વસુલાત માટે વિજ કંપની દ્વારા વલસાડ વર્તુળ કચેરીએ એક્શન પ્લાન તૈયાર કરી લીધું હતું.જેના માટે વલસાડ સર્કલ કચેરીની 240 રિકવરી ટીમને ઉતારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.