પ્રદૂષણ:ઉમરગામના દરિયા કિનારે ફરી પ્રદૂષિત ઓઇલ વેસ્ટની કાળી ચાદર પથરાઈ, પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 17 વર્ષથી સતત ચોમાસામાં કિનારે આવતું ભેદી ઓઇલ વેસ્ટનું પગેરૂ મેળવવા તંત્ર નિષ્ફળ
  • મહારાષ્ટ્રના કેળવા બીચથી ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના દરિયા કાંઠે દર વર્ષે ચોમાસાના સમયે ઓઇલ વેસ્ટ આવે છે

ઉમરગામ ટાઉન સહિત નારગોલના માછીવાડ, માંગેલવાડ, માલવણ બીચ ખાતે ઓઇલ વેસ્ટ આવવાનું શરૂ થતાં પર્યાવરણ વાદીઓમાં ચિંતામાં મુકાઈ ગયા છે. જીવ શ્રુષ્ટિ તથા મત્સ્ય સંપદાને ભયંકર નુકશાન કાયમી ઉકેલ ક્યારે થશે તેમ માછીમારોમાં ચિંતા વધી રહી છે. છેલ્લા 17 વર્ષથી કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલય ડાઇરેક્ટર ઓફ જનરલ ઓફ હાઈડ્રો કાર્બન, કેન્દ્રિય પ્રદૂષણ બોર્ડ અને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને માછીમારો તથા પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા વારમવાર રજૂઆતો કરવા છતાં આ ભૈદી ઓઇલ ક્યાથી આવે છે તેનું સ્ત્રોત સોધવામાં ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર અને તેના વિભાગો તથા કેન્દ્ર સરકાર અને તેના વિભાગો અને કોસ્ટ ગાર્ડ નિષ્ક્રિય નીવડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરી ઓઇલ વેસ્ટ કિનારે આવવાનું શરૂ થયું .

આ પ્રકારનું ઓઇલ વેસ્ટ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારીએ ફેલાય છે અને કુદરતી રીતે માટીમાં ભળી કુદરતી રીતે દરિયાની રેતી સાથે ભળીને રેતીમાં ઢંકાઈ જતું હોય છે. ઉમરગામ સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાનાં કાંઠે દરિયાઈ ભરતીમાં ઓઇલ વેસ્ટ કિનારીએ આવવાની ઘટના બનતા ઉમરગામ, નારગોલ, સરોન્ડા જેવા ગામોના કિનારે ઓઇલ વેસ્ટની કાળી ચાદરનું દ્રશ્ય સર્જાવાનું શરૂ થઈ ચૂક્યું છે.

ફરી એક વખત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાનાં નારગોલ સહિત કાંઠા વિસ્તારના ગામોના દરિયા કિનારે ભારતીના પાણીમાં ભૈદી ઓઇલ વેસ્ટ મોટી માત્રામાં તણાંયને કિનારે આવતા સ્થાનિક માછીમારો તેમજ પર્યાવરણવાદીઓ ચિંતાનું વાતાવરણ પ્રસરી ચૂક્યું છે. દર વર્ષે ચોમાસાની ઋતુ ના આગમનના સમયે જુલાઇ માહિનામાં ઊંડા દરિયા તરફથી ઓઇલ વેસ્ટ જેને ટારબોલ તરીકે ઓળખાય છે એવું કાળું ઓઇલ દરિયાની ભરતીમાં મહારાષ્ટ્ર રાજ્યના કેળવા, દહાણુંથી ગુજરાતના ઉમરગામ તાલુકાના ગામોના દરિયા કિનારેથી છેક વલસાડના તિથલના દરિયા કિનારા સુધી આવતું હોય છે. ગત વર્ષે આ પ્રકારનું ઓઇલ વેસ્ટ ઓગસ્ટ મહિનામાં આવ્યું હતું જે આ વર્ષે ફરી રાબેતા મુજબ જુલાય માહિનામાં ઉમરગામ અને નારગોલના દરિયા કિનારા ખાતે જોવા મળી રહ્યું છે.

ચોમાસાની ઋતુમાં જયારે માછલીનો બ્રિડિંગ પિરિયડ ચાલતો હોય છે ત્યારે આ પ્રકારના ભૈદી ઓઇલ વેસ્ટના પ્રદૂષણના કારણે દરિયાય જીવ શ્રુષ્ટિ તથા મત્સ્ય સંપદાને ભયંકર નુકશાન થઈ રહ્યું છે. કિનારે સહેલાયથી મળી આવતી અનેક માછલીઓ આજે લુપ્ત થવાના આરે છે. તો કેટલીક પ્રજાતિ નહિવત થઈ જવા પામી છે. જેને લય માછીમારોમાં ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...