બીનહરીફ વિજય:દમણ પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપત બીનહરીફ વિજય થયા

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસ નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આવનાર 2.5 વર્ષ માટે નવા પ્રમુખ તેમજ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. દમણ નગર પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપતિ બીનહરીફ વિજયતા થયા છે. દમણ ભાજપના કાર્યકરોએ તાળીઓના ગળગાળાથી વધાવી લીધા હતા. જ્યારે સેલવાસ નગર પાલિકાના પ્રમુખ તરીકે રજનીબેન શેટી અને ઉપ પ્રમુખ તરીકે કિશનભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા.

રાજ્યના પડોશમાં આવેલી અને એશિયાની સૌથી જૂની નગરપાલિકા એવી દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપના અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપતિ બીનહરીફ વિજય થયા છે. આમ સૌ પ્રથમ વખત એશિયાની સૌથી જૂની નગરપાલિકા પર માઇક્રો માઈનોરિટી મનાતા પારસી સમાજ ના અગ્રણી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આથી તેમના સમગ્ર સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.મહત્વપૂર્ણ છે કે દમણ નગરપાલિકામાં ભાજપની બહુમતી છે. આથી અગાઉના પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી પ્રમુખ તરીકે અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપતિએ ઉમેદવારી નોંધાવી હતી. આથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક એક જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી માત્ર ઔપચારિક જ બની હતી. અને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનરીફ ચૂંટાઈ આવ્યા હતા. આથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ હતો. દમણ નગરપાલિકાના કુલ 15 સભ્યોમાંથી 11 સભ્યો ભાજપના છે. જ્યારે 4 સભ્યો અપક્ષના ચૂંટાઈ આવ્યા હતા. આથી બહુમતીથી ભાજપનું શાસન ચાલતું હોવાથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રદેશના વિકાસ માટે બાકીના પડતર કામો ને પ્રાધાન્ય આપી અને દમણનો વિકાસ તેજ ગતિથી થાય તે માટેના પ્રયાસ કરશે તેવી લોકોને ખાતરી આપી હતી.