તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિ.પં.ની 38 અને 6 તાલુકા પંચયતોની 158 બેઠક મળી કુલ 196 બેઠક માટે કુલ 471 ઉમેદવારના ફોર્મ સોમવારે માન્ય રહ્યા હતા.જેમાં 16 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રો ખેંચવાના દિને અમુક ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું.
જો કે 28 ફેબ્રુઆરીએ યોજનારી ચૂંટણી પહેલાં જ જિ.પં.ની કકવાડી જિ.પં. બેઠક અને વાપી તા.પંની 6 બિનહરિફ બેઠકો સાથે ભાજપે વિજયના શ્રીગણેશ કર્યા હતા.વલસાડ,કપરાડામાં આમઆદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવતા જિ.તા.પં.ની બહુધા બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ તો કેટલીક પર અપક્ષો સાથે ત્રિપાંખિયો જંગ ખેલાશે.જિલ્લામાંથી મંગવારે કુલ 25 ફોર્મ ખેચાતા BJPના 189,કોંગ્રેસના 186, BSPના 2,AAPના11 તથા 51 અપક્ષ મળી કુલ439 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થશે.
વલસાડ કકવાડીદાંતી બેઠક પર કોંગી ઉમેદવારે ફોર્મ ખેંચી લીધું
વલસાડની કકવાડીદાંતી બેઠક ભાજપે અર્જુન ટંડેલને ટિકિટ આપી હતી,જ્યારે ટંડેલ સમાજના આગેવાનોએ સંદિપ ટંડેલનું નામ સૂચવ્યું હતુ,પરંતુ તેમને ટિકિટ ન ફાળવાતા અહિના ભાજપ કાર્યકરોએ સમાજે સૂચવેલા ઉમેદવાર સંદિપ ટંડેલ પાસે અપક્ષ તરીકે ઉમેદવારી કરાવી હતી.જે માટે સ્થાનિક ટંડેલ આગેવાનોની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર સાથે પરામર્શ કરી કોંગ્રેસના તાલુકા સંગઠન સાથે ચર્ચા કર્યા બાદ કોંગી ઉમેદવાર ગીરીશ ટંડેલે અપક્ષના સમર્થનમાં ફોર્મ ખેંચી લેતા ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ જામશે.
વલસાડ તા.પં.ની લીલાપોર 20 બેઠક પર ભાજપ બિનહરીફ વલસાડ તાલુકા પંચાયતની લીલાપોર-20 બેઠકના ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા આ બેઠક સીધી ભાજપના ખાતામાં ચાલી ગઇ હતી.જેના પગલે ગામના ડે.સરપંચ અને ભાજપના ઉમેદવાર આશિષ ગોહિલ બિનહરિફ વિજેતા થતાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.
વલસાડ ભાગડાવડામાં અપક્ષોના મંડપ બાબતે વિવાદ સર્જાયો
વલસાડના ભાગડાવડામાં ભાજપ સામે ભાજપના જ કાર્યકરોએ ટિકિટ ન મળતા અપક્ષ પેનલ ઉતારી બળવો પોકારતા ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ ખેલાશે.વલસાડ તા.પં.ભાજપ પૂર્વ પ્રમુખ અને તા.પં.ના ઉપપ્રમુખ શિવાંગી પટેલના પતિ ધર્મેશ પટેલે કોસંબા,ભાગડાવડાની જિ.તા.ની 5 બેઠક પર અપક્ષ પેનલ ઉતારતાં ભાજપ સામે ભાજપના જ કાર્યકરો મેદાનમાં ઉતર્યા છે.ધર્મેશ પટેલે ભાગડાવડામાં મેઇન રોડની બાજૂમાં મંડપ ઉભો કરતાં કોઇકે વાંધો ઉઠાવતા પોલિસે મંડપ હટાવી દેવા સૂચના આપી હતી.જેને લઇ ધર્મેશ પટેલના સમર્થક ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.
કલવાડામાં કોંગ્રેસના જયશ્રી પટેલ, મોટાપોંઢામાં વસંતપટેલ ભાજપને વચ્ચે સીધી ટક્કર
વલસાડ જિલ્લામાં ભાજપે જિ.પં.ની 38માથી 34ટિકિટ પર નવા ઉમેદવાર મૂક્યા છે.જેમાં વલસાડના કલવાડાની જિ.પં.ની બેઠક પર કોંગ્રેસના ધૂંઆધાર મહિલા ઉમેદવાર જયશ્રી પટેલ અને મોટાપોંઢામાં માજી મંત્રી સ્વ.બરજુલ પટેલના પૂત્ર અને કપરાડામાં યુવાનો માટે ભારે સક્રિય રહેલા વસંત પટેલ ભાજપના ઉમેદવાર કેતન ભગવાનભાઇ પટેલને અને વલસાડના કલવાડામાં ભાજપના ઉમેદવાર તા.પં.ના માજી પ્રમુખ કલ્પના રૂપેશભાઇ પટેલને ટક્કર આપશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.