ભાજપને ફાયદો:વલસાડ તાલુકા પંચાયતની લીલાપોર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ફરત ખેંચતા ભાજપ બિનહરીફ

વલસાડએક વર્ષ પહેલા
  • લીલાપોર બેઠક પર એકજ સમાજના બન્ને ઉમેદવાર ઉભા હતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં જાણે કે ફોર્મ પરત ખેંચવાની મોસમ ચાલી રહી હોય તેમ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચી રહ્યાં છે અને તેનો સીધો ફાયદો ભાજપને મળી રહ્યો છે. વલસાડ તાલુકા પંચાયતની લીલાપોર બેઠક ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી એકજ સમાજના ઉમેદવાર ઉભા હતા. જેમાંથી કોંગ્રેસના કલ્પેશ ગોહિલે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર આશિષ ગોહિલ બિનહરીફ વિજેતા બન્યા છે.

ભાજપના ઉમેદવાર આશિષ ગોહિલે જણાવ્યું હતું કે, આજરોજ ભાજપના ઉમેદવાર તરીકે મારી સામે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમણે ફોર્મ પરત ખેંચ્યુ છે તે વાત મને મળી. મે તપાસ કરાવી તો એ હકિકત સાચી છે. એકજ સમાજના ઉમેદવાર હોવાથી સમાજના ભાઈઓ અને તેમની વચ્ચે મિટિંગ થઇ હતી કે આપણે સમાજ વિખૂટો પડે તે ચાલે નઇ અને કોંગ્રેસની સમાજ વિખૂટો પડે તેવી નીતિ છે તે ચલાવી લેવાય નહીં. આ રીતે કલ્પેશ ગોહિલે ફોર્મ પરત ખેંચી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...