ફોર્મ ભરવાનો પ્રારંભ:વલસાડની પારડી બેઠક પર ભાજપે કનુભાઈ દેસાઈને રિપિટ કર્યા, આજે જ ઉમેદવારી ફોર્મ ભર્યું

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક ઉપર રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને ફરી રિપીટ કર્યા છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ ગુજરાત મેં બનાવ્યુના નવા નારા સાથે ભાજપ દ્વારા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી છે. પારડી વિધાનસભા બેઠક ઉપર કનુભાઈ દેસાઈનું નામ જાહેર થતાની સાથે વાપી GIDCના ઉદ્યોગકારો અને ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પારડી તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં રાજકીય પાર્ટીમાં ઉમેદવારોને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં ગુરૂવારે સવારે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ હતી. જેમાં પારડી વિધાનસભા બેઠક ઉપર કનુભાઈ દેસાઈના નામની જાહેરાત થતા પારડી વિધાનસભા બેઠકના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પારડી અને વાપી ખાતે કનુભાઈ દેસાઈના જનસંપર્ક કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. આજે પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કનુભાઈ દેસાઈએ ફોમ ભર્યું હતું. કનુભાઈ દેસાઈ પારડીના જન સંપર્ક કાર્યાલયથી તાલુકા પંચાયત ઓફીસ સુધી રેલી કાઢી હતી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને વલસાડ જિલ્લા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો અને પારડી તાલુકા ભાજપ અગ્રણીઓ અને તમામ મોરચાના પ્રમુખો અને કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ગત વિધાનસભાના તમામ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવવાની કનુભાઈ દેસાઈએ કાર્યકરોનો ઉત્સાહ જોઈ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...