વિરોધ:PMનો કાફલો રોકવા મુદ્દે વલસાડ- પારડીમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ કાર્યલય સામે કાર્યકરોના સૂત્રોચ્ચાર

પંજાબ ખાતે રેલી માટે જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રસ્તામાં રોકવામાં આવતાં પંજાબની કોંગ્રેસ સરકાર સામે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ભારે રોષ ઠાલવી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબમાં એક રેલીને સંબોધન કરવા જઇ રહ્યા હતા ત્યારે 5 જાન્યુઆરીના રોજ ભટીંડાથી ફિરોજપુર તરફ જતાં રસ્તામાં જ પ્રદર્શનકારીઓએ અવરોધ નાંખી પીએમનો કાફલો આગળ જતાં રોકી દીધો હતો.

આમાં પંજાબની કોંગ્રેસ સરકારના સીએમ દ્વારા સુરક્ષા ગોઠવવામાં ન આવતાં અને સુરક્ષાના નિયમોનું પાલન ન કરી ચૂક કરવા સામે જિલ્લા ભાજપ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પ્રમુખ હેમંત કંસારા,મહામંત્રી કમલેશ પટેલ,વલસાડ શહેર પ્રમુખ કંદર્પ દેસાઇ સહિત જિલ્લા અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો તથા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના પૂતળાં દહન સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ગુરુવારે પારડી શહેરમાં પણ શહેર ભાજપ યુવા મોરચાએ ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે મોટી સંખ્યામાં ભેગા થઇ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિવિધ બેનરો અને કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસના ચિન્હ વાળા બેનરોની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સ્નેહીલ દેસાઈ,મહામંત્રી મયંક પટેલ, પ્રદેશ મંત્રી ભાવિકાબેન,પ્રિયાંક પરમાર તાલુકા પ્રમુખ અભી ભંડારી, જિગ્નેશ પટેલ, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ જેસિંગ ભરવાડ,ઝુબિન દેસાઈ, પ્રણવ દેસાઈ કેતન પ્રજાપતિ, પાલિકા પ્રમુખ હસુભાઇ રાઠોડ, પ્રશાંત દેસાઈ રાજન ભટ્ટ,ગજાનંદ માંગેલા સહિતના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...