રાજકારણ:‘વલસાડમાં રિવર લિંકના નામે ચૂંટણીલક્ષી આંદોલન’, ભાજપના મંત્રી નરેશ પટેલનો અનંત પટેલ સામે આક્ષેપ

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર અગ્રણીઓ - Divya Bhaskar
જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર અગ્રણીઓ
  • પ્રોજેક્ટ સરકારે રદ કરી દીધો છતાં આંદોલન કેમ

વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના પૂર્ણ થયેલા 8 વર્ષના શાસનકાળમાં પ્રજાલક્ષી વિકાસના કામો અને ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે આવેલા આદિજાતિ મંત્રી નરેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે ભારે ઉકળાટ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું,પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરી દેવા રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટણીલક્ષી આંદોલન કરી આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

વલસાડ તાલુકા પંચાયતના સભાગૃહ ખાતે જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 વર્ષના શાસનમાં કિસાન સન્માનનિધિ યોજના,વન નેશન વન રેશન,નલ સે જલ યોજના,ખેડૂતોને 24 કલાક વિજળી પૂરી પાડવાના પ્રયાસો જેવા લોકાભિમુખ કાર્યો અને ભવિષ્યમાં થનારા કામો માટે મોદી સરકારના કામો અંગે પત્રકાર પરિષદ બોલાવાવમાં આવી હતી.

જિ.ભાજપ પ્રમુખ હેમંત કંસારા, રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય રમણભાઇ પાટકર, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, ઉષાબેન પટેલ, માધુભાઇ કથારિયા,કમલેશ પટેલ જિતેશ પટેલ,રાજેશ ભાનુશાલી,ઇલિયાસ મલેક,દિવ્યેશ પાંડે સહિત જિલ્લા ભાજપના તમામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અધ્યક્ષ પદેથી આદિજાતિ મંત્રી અને જિલ્લા પ્રભારી નરેશભાઇ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રિવર લિંક પ્રોજેક્ટના આંદોલન અંગે જણાવ્યું કે,રાજ્ય સરકાર આદિવાસીઓની પડખે છે અ્ને રિવર લિક પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે છતાં આદિવાસીઓના નામે જે રીતે ચૂંટણીલક્ષી આંદોલન કરાઇ રહ્યું છે તે ગેરમાર્ગે દોરનારુંછે.

તેમનામાં હિંમત હોય તો કોંગ્રેસનો ખેસ પહેરીને આંદોલન કરે અને તેમાં જોડાનાર કોંગ્રેસનો ખેસ ધારણ કરી આંદોલનમાં આવે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો.પાર તાપી નર્મદા રિવર લિંક યોજના કાયમી રદ કરી છે છતાં કયા મુદ્દે તેઓ આંદોલન કરે છે તે તેમનો વિષય છે તેવું જણાવી નરેશભાઇએ અમો ભાજપની પડખે છીએ તેવું જણાવ્યું હતું.

મધુબનમાંથી 4 તાલુકા માટે પાણીની લાઇનની વાત કેમ કરતા નથી
વલસાડમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે કહ્યું કે,મધુબન ડેમમાંથી પાણી લિફ્ટ કરી ધરમપુર,ખેરગામ,વાંસદા અને ગણદેવી તાલુકાને પાણી લઇ જવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને અનંત પટેલે જો વિરોધ કરવો હોય તો આ યોજનાનો પણ વિરોધ કરે.એક તરફ પાણી માટે યાત્રા કરવી છે અને બીજી બાજૂ ડેમનો વિરોધ કરવો છે તો કઇ દિશામાં જવું છે તે તેમણે નક્કી કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...