તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચાસ્પદ નિવેદન:ચૂંટાયેલા સભ્યો અધિકારીઓ સાથે દોસ્તી ન રાખે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ટકોર

વલસાડએક મહિનો પહેલા
  • પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પેજ કમિટીના સભ્યો અને પ્રમુખનું મહત્વ સમજાવ્યું
  • સ્ટેજ પ્રથા દૂર કરી સામાન્ય કાર્યકર્તા સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ
  • ભાજપના નેતા પાર્ટીના કાર્યક્રમમાં હવે કાર્યકર્તા સાથે બેસશે
  • વલસાડમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટિલે શરૂઆત કરી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને વલસાડ વિધાનસભા બેઠકના પેજ કમિટી પ્રમુખોને કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સીઆર પાટીલે પ્રથમ સ્ટેજ પ્રથા દૂર કરી કાર્યકર્તાઓ સાથે બેસીને કાર્યકર્તાઓ સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટાયેલા સભ્યોને અધિકારીઓ સાથે દોસ્તી ન રાખવા ટકોર કરી હતી. ચૂંટાઈને આવેલા તમામ પદાધિકારીઓને લોકોને પડતી સમસ્યા દુર કરવા તેની યોગ્ય જગ્યાએ રજુઆત કરવા સહિતના કામો અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

કાર્યકરોના સમયસર કામ કરવા ટકોર કરી
પાટીલે ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના સન્માન સાથે તમામ સભ્યોને અધિકારીઓ સાથે દોસ્તી ન કરવા અને કાર્યકરોના સમયસર કામ કરવા ટકોર કરી હતી. પેજ પ્રમુખના પ્રણેતા સીઆર પાટીલે દરેક ચૂંટણીમાં પેજ પ્રમુખની વિશેષ જવાબદારી ગણાવી હતી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને સરકારી સહાય અપાવવા અને સરકારી યોજનાઓ અને સહાય મેળવવામાં પડતી તકલીફો દૂર કરી લોકોને ઝડપથી મદદરૂપ બનવા આહ્વાન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સરકાર સહાય ચૂકવે જ છે. લોકોને કોંગ્રેસની વાતોમાં ન ભેરવાવવા જણાવ્યું હતું.

કાર્યકરો સાથે આત્મીયતા વધારવાનો એક પ્રયાસ કર્યો
વલસાડ વિધાન સભા બેઠકના પેજ કમિટી સભ્યોને કાર્ડ વિતરણ સાથે ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારનો સન્માનનો કાર્યક્રમ વલસાડના કોળી પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આવતાની સાથે પ્રદેશ પ્રમુખે સ્ટેજ પ્રથા નાબૂદ કરી કાર્યકર્તાઓ સાથે સમગ્ર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ વચ્ચે સીઆર પાટીલ અને BJPના અગ્રણીઓએ કાર્યકર્તાઓ સાથે બેસીને કાર્યકરો સાથે આત્મીયતા વધારવાનો એક પ્રયાસ કર્યો હતો.

યોગ્ય જગ્યાએ રજુઆત કરવા સહિતના કામો અંગે જરૂરી સૂચનો કર્યા
પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પેજ કમિટીના સભ્યો અને પ્રમુખનું મહત્વ સમજાવ્યું હતું. ચૂંટાયેલા સભ્યોને અધિકારીઓ સાથે દોસ્તી ન રાખવા ટકોર કરી હતી. ચૂંટાઈને આવેલા તમામ પદાધિકારીઓને લોકોને પડતી સમસ્યા દુર કરવા તેની યોગ્ય જગ્યાએ રજુઆત કરવા સહિતના કામો અંગે જરૂરી સૂચનો કર્યા હતા. સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન ઉપયોગી યોજનાઓની માહિતીઓ જરૂરી લાભાર્થીઓ પાસે પહોંચાડવા જાગૃતિ આપી હતી. લોકોના પ્રશ્નો માટે અધિકારીઓના કાન પકડવા પણ જણાવ્યું હતું. સાથે કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને 4 લાખની સહાય આપવા ફોમ ભરવાની વાતો ચૂંટણી લક્ષી હોવાનુ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...