ઉમેદવારના નામની જાહેરાત:કપરાડા બેઠક પરથી ભાજપે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીને ટિકિટ આપી, સમર્થકોમાં ખુશીનો માહોલ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા બેઠક ઉપર ઉમેદવાર તરીકે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીના નામની જાહેરાત કરી હતી. જેને લઈને કપરાડા તાલુકા ભાજપ અને જીતુ ચૌધરીના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાને કપરાડા બેઠક ઉપરથી ચૂંટણીનો પ્રચાર શરૂ કરતી વખતે 'આ ગુજરાત મેં બનાવ્યું' નો નારો ખૂબ જ અસર કરશે. આ વિધાનસભાની ચૂંટણી તમામ રેકોર્ડ તોડી આગળ નીકળી જશે તેમ જીતુ ચૌધરીએ જણાવ્યું હતું.

લોકો ભાજપને મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે BJP દ્વારા રાજ્યમાં 182 વિધાનસભા બેઠક પૈકી 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી કપરાડા બેઠક ઉપર રાજ્ય પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી ઉમેદવારોના નામની જાહેરાત થઈ હતી. જેથી જીતુ ચૌધરીના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાને કપરાડા ખાતેથી ચૂંટણી સભાનો પ્રારંભ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ આ ગુજરાત મેં બનાવ્યું નો નારો આપ્યો હતો જે ચૂંટણીમાં ગાજતો રહેશે. રાજ્યમાં ભાજપની ડબલ એન્જીનની સરકારે કરેલા વિકાસના કામો તમામ લોકો સુધી પહોંચાડવામાં આવશે. કપરાડા અને ધરમપુર વિસ્તાર માટે નલ સે જલ યોજના સહિતની યોજનાઓ ઉપર કરવામાં આવેલી કામગીરીઓને જોઈને લોકો ખોબા-ખોબા ભરીને ભાજપને મત આપશે તે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...