ત્રિપાંખિયો જંગ છેડવા ઉમેદવારો તૈયાર:વલસાડની તમામ બેઠક પર ભાજપે ધારાસભ્યોને રિપીટ કર્યા, 'આપ' દ્વારા 5 ઉમેદવાર જ્યારે કોંગ્રેસે 4 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવાને લઈ તમામ પક્ષોએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. કેટલીક બેઠકના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપ દ્વારા વલસાડ જિલ્લાની તમામ બેઠકો પર ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે કોંગ્રેસે ભાજપના ઉમેદવારો સામે તેમના પીઢ કોંગ્રેસી નેતાઓને મેદાનમાં ઉતાર્યાં છે. ધરમપુરની બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરવાનું બાકી રાખ્યું છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારો જાહેર કર્યો છે.
કોંગ્રેસે ધરમપુર બેઠક પર ઉમેદવાર જાહેર કર્યો નથી
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષના કાર્યાલય ખાતે કાર્યકરોની ચહલપહલ વધી ગઈ હતી. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક હાઈ પ્રોફાઈલ ગણાતી આવી છે. ગુજરાત BJPની ટીમે વલસાડ જિલ્લાની તમામ બેઠકો ઉપર ધારાસભ્યોને રિપીટ કર્યાં છે. જ્યારે કોંગ્રેસે વલસાડ, પારડી, ઉમરગામ અને કપરાડા બેઠક ઉપર પીઢ કોંગ્રેસી નેતાઓને તક આપી છે અને ધરમપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
જાતીય સમીકરણો મુજહ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
આમ આદમી પાર્ટીએ પણ વલસાડ જિલ્લાની 5 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ જાતીય સમીકરણો અને વિસ્તારમાં સારી નામના ધરાવતા લોકોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આજે વલસાડ જિલ્લાની વલસાડ, પારડી, ઉમરગામ અને કપરાડા વિધાનસભાની બેઠક ઉપર ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરીને ત્રિપાખ્યો જંગ છેડ્યો છે. જ્યારે વલસાડ જિલ્લાની તમામ બેઠક ઉપર ધારાસભ્યોએ પોતાની સીટ જાળવી રાખીને જંગી લીડ લાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોએ પણ મતદારો પરિવર્તન ઇચ્છી રહ્યા હોવાનો દાવો કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...