• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • BJP Gives Ticket To Mahesh Gavit For Dadra And Nagar Haveli Lok Sabha Seat, Late Mohan Delkar's Wife To Contest As Independent

સંઘપ્રદેશમાં પેટાચૂંટણી:દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે મહેશ ગાવિતને ટિકિટ આપી, સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડશે

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત - Divya Bhaskar
ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત
  • કૉંગ્રેસે મહેશ ઘોડીને ઉમેદવાર બનાવ્યા
  • સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી લેતા ખાલી પડી છે બેઠક
  • 30 ઓકટોબરના રોજ લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠક પર 30 ઓકટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મહેશ ગાવિતને ઉમેદવાર બનાવ્યા છે. 15 વર્ષ સુધી પોલીસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવ્યા બાદ મહેશ ગાવિતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સ્વર્ગસ્થ મોહન ડેલકટરના પત્નીએ શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

30 ઓકટોબરે લોકસભા બેઠકની પેટાચૂંટણી
દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર 30મી ઓકટોબરે પેટાચૂંટણી યોજાશે. સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી લેતા આ બેઠક ખાલી પડી હતી. જ્યાં હવે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અહીં મહેશ ગાવિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મહેશ ગાવિતે 15 વર્ષ સુધી PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેને ભાજપે લોકસભા પેટાચૂંટણીમાં ટિકિટ આપતા તેના સમર્થકોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.

સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર
સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર

સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની શિવસેનાના ઉમેદવાર
સાત ટર્મ દાદરા અને નગર હવેલીના સાંસદ રહેલા મોહન ડેલકરે અગમ્ય કારણોસર મુંબઈની હોટલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં યોજાયેલી 14 ચૂંટણીઓમાં સાત ચૂંટણી મોહન ડેલકરે જીતી હતી. 2019માં ડેલકર અહીંથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. મોહન ડેલકરની ગેરહાજરીમાં તેના પત્ની કલાબેન ડેલકર શિવસેનામાંથી અહીં ઉમેદવારી નોંધાવશે.

સ્વર્ગસ્થ મોહન ડેલકરની તસવીર
સ્વર્ગસ્થ મોહન ડેલકરની તસવીર

ત્રિકોણીય જંગ જોવા મળશે
સ્વર્ગસ્થ મોહન ડેલકરની ગેરહાજરીમાં દાદરા અને નગર હવેલી બેઠક પર લોકસભાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને શિવસેના વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે.

ભાજપે મહેશ ગાવિતને ટિકિટ કેમ આપી?
ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત 1999 ઇન્ડિયન રિઝર્વ બટાલિયનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે,આ સાથે જ વર્ષ 2015 થી 2020 સુધી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા. ભાજપે નવા ચહેરાને ઉતારવાનો નિર્ણય કર્યો છે. મહેશ ગાવિતને ઉમેદવાર તરીકે પસંદ કરવા પાછળ અનેક કારણો માનવામાં આવે છે.

ડેલકર પરિવારે શિવસેનાને પ્રાધાન્ય આપ્યું
​​​​​​​મુંબઇ ખાતે સાંસદે કરેલા આપઘાત બાદ અભિનવ ડેલકર મહારાષ્ટ્ર સરકાર સમક્ષ ન્યાયિક તપાસ માટે અનેક રજૂઆતો કરી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના,કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર હોવાથી સંપર્કમાં હોય કલાબેને શિવસેનામાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ટિકિટ ઓેફર કરી, હું ચૂંટણી નહિ લડુ
દાનહ કોંગ્રેસના કાર્યકર પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડે પેટા ચૂંટણીની ટિકિટ આપવા માટે સંપર્ક કર્યો હતો જો કે તમામ કાર્યકરોએ ચૂંટણી ન લડવા માટે જણાવતાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધવામાં આવશે નહિ. > પ્રભુ ટોકિયા, કોંગ્રેસી નેતા અને ગત ટર્મના ઉમેદવાર

​​​​​​ ​

અન્ય સમાચારો પણ છે...