તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ:જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જૂના કાર્યકરોની અવગણનાથી ભાજપમાં અસંતોષ, 196 બેઠકો માટે 477 ફોર્મ ભરાયા

વલસાડ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડામાં ભાજપમાં નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
 • આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકરો ઉમેદવારી નોંધાવશે

જિ.પં.અને 6 તા. પંચાયતોની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાના 5માં દિવસે શુક્રવારે 12.39ના શુભમૂહૂર્તે જિલ્લામાં ભાજપના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા. બીજી તરફ જિલ્લામાં આ વખતે ભાજપે જિ.પં.ની 38 અ્ને તા.પં.ની 158 બેઠક માટે યુવા બ્રિગેડ ઉભી કરી નવી કેડર તૈયાર કરી છે.પરંતુ પાર્ટીમાં વર્ષોથી લોહિ રેડનારા કાર્યકરો હોદ્દેદારોમાં નારાજગી ચરમસીમાએ જોવા મળી રહી છે અને તેમના દ્વારા ભાજપ સંગઠનની ઉમેદવારોની પસંદગી માટેની કાર્યશૈલી સામે આક્ષેપો ઉઠ્યા છે.

સમગ્ર જિલ્લામાં ભાજપના કાર્યકરો જૂના હોદ્દેદારોમાં ઠેર ઠેર બળવાની સ્થિતિ જોવા મળી છે.વલસાડ,ઉમરગામ,કપરાડા,પારડી વિસ્તારમાં જૂના કાર્યકરો હોદ્દેદારોએ સૂચવેલા સર્વમાન્ય ઉમેદવારોને ટિકિટ ન અપાતાં ઉગ્ર અસંતોષ પ્રવર્તી રહ્યો છે.જેમાંના કેટલાક જૂના કાર્યકરો હોદ્દેદારોએ ભાજપ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ગરમાટો વ્યાપી ગયો છે.

ઉમેદવારી પત્રો સ્વીકારવાના 5માં દિવસે વલસાડ જિ.તા.પંચાયતોની કુલ 196 બેઠકો માટે અત્યાર સુધી કુલ 477 ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા. ભાજપના ઉમેદવારો ભાજપની પરંપરા અનુસાર 12.39ના ટકોરે ઉમેદવારી નોંધાવી હતી. જિ.પંચાયતની 38 બેઠક માટે 103 અને 6 તા.પં.ની 158 બેઠક માટે 374 ફોર્મ રજૂ કરાયા હતા.

વાપી છીરી જિ. પં.ની બેઠક પર દિયર-ભાભી વચ્ચે જંગ
છીરી જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસે વર્તમાન તાલુકા કોંગ્રેસના પ્રમુખ મંજુબેન મુકેશભાઇ પટેલને ટિકિટ આપી છે. જયારે ભાજપે છીરી જિ.પં.માં આવતી તાં.પં.ની ચણોદ-3 બેઠક પર તેમના દિયર મણીલાલ મગનભાઇ પટેલને ટિકિટ ફાળવી છે. એટલે કે છીરી જિ.પંચાયતની બેઠક પર દિયર અને ભાભી સામ-સામા ચૂંટણી લડશે. સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસમાં એક બીજાના હરિફ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતી હોય છે, પરંતુ અહી ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારના સભ્યોની પસંદગી કરી સૌને ચોંકાવી દીધા છે. દિયર મણીલાલ પટેલે શુક્રવારે ઉમેદવારીપત્ર ભરી દીધુ હતું. જયારે ભાભી મંજુબેન પટેલ શનિવારે ઉમેદવારીપત્ર ભરશે.

વાપી તાં.પં.ની 20 બેઠકો માટે શુક્રવારે ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના 20,કોંગ્રેસના 8 અને 3 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા હતાં. છીરી તાલુકા પંચાયતની બેઠક પરથી અપક્ષ ઉમેદવારીપત્ર ભરાયા હતાં. ભાજપે રેલી કાઢી સાંસદ કે.સી.પટેલ,પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. વાપી તાલુકામાં આવતી ચાર જિલ્લા પ.બેઠક પર પણ ભાજપના ઉમેદવારોના ચાર ફોર્મ ભરાયા હતા.

કયાં કેટલા ફોર્મ ભરાયા

તાલુકા મત વિસ્તારોબેઠકોઉમેદવારીપત્રો
વલસાડ તા.પં.3271
પારડી તા.પં.2261
વાપી તા.પં.2031
ઉમરગામ તા.પં.3073
કપરાડા તા.પં.3069
ધરમપુર તા.પં.2469
કુલ158374

​​​​​​​

કોપરલી બેઠકમાં માજી પ્રમુખે ફોર્મ ભરતાં ગરમાટો
વાપી તાં.પં.માં ગત ટર્મમાં ઉષાબેન દિનેશભાઇ હળપતિ કોંગ્રેસની બેઠક પરથી જીત્યાં બાદ ભાજપ પાસે પ્રમુખપદના એસટી ઉમેદવાર ન હોવાથી તેમને પ્રમુખ બનાવ્યા હતા, પરંતુ આજે ફરી માજી તાં.પં. પ્રમુખ ઉષાબેન હળપતિએ કોંગ્રેસમાંથી ઉમેદવારીપત્ર ભરતાં રાજકીય માહોલ ગરમાયો છે. તેની સાથે કોંગ્રેસમાંથી રીનાબેન દેસાઇએ પણ ફોર્મ ભર્યુ છે. જયારે ભાજપમાંથી માજી તા.ભાજપ પ્રમુખ નગીન પટેલના પૌત્રવધુ મેદાને છે. આ બેઠક પર રસાકસી થશે.

કપરાડામાં અપક્ષ- AAP એ ફોર્મ ભરતા ગરમાટો
કપરાડામાં તાં.પં. અને જિ.પં.ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. કરચોન્ડ જિ.પં.ના અપક્ષ ઉમેદવાર લક્ષમણભાઈએ ઉમેદવારી નોંધાવી છે. તા.પં. માટે 26 ફોર્મ તથા તાલુકા પંચાયતમાં 69 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. સુખાલા તાં.પં.ની સીટ ઉપર સૌથી યુવા બીએસસીમાં અભ્યાસ કરતી યુવતી કુંજાલી પટેલ ઉમંર 22 વર્ષની છે. ભાજપમાંથી જિલ્લા પંચાયત સીટ ઉપર 14 ફોર્મ ભર્યા હતાં. તાલુકા પંચાયતની સીટ ઉપર 30 ફોર્મ ભર્યા કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા પંચાયત સીટ ઉપર 4 અને તાલુકાની સીટ ઉપર 18 ફોર્મ ભર્યા હતા. આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ કપરાડા તાલુકામાં ગરમાયો છે.

ભાગડાવડા અને કોસંબા, હિંગરાજભદેલીની પાંચ બેઠકમાં BJPમાં બળવો
વલસાડ તા.પં.ની ભાગડાવડા-1,કોસંબા-2,હિંગરાજ ભદેલી-1 અને જિ.પં.ની કોસંબા-20 મળી કુલ 5 સીટ પર ભાજપ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી માટે તખતો ગોઠવાઇ ચૂક્યો છે.જેમાં કોસંબા-20 જિ.પં.ની બેઠક માટે શુક્રવારે બળદગાડામાં આવીને મોટી સંખ્યાના કાર્યકરોની હાજરીમાં દિપક ફકીરભાઇ પટેલ અને મહેશ ભાણાભાઇ નાયકાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં માજી તા.ભાજપ પ્રમુખ અને ભાગડાવડાના પૂર્વ સરપંચ ધર્મેશ પટેલ,ગૌરક્ષા કાર્યકર બકુલ રાજગોરે વર્ષોથી પાર્ટી માટે સક્ષમ યોગદાન આપનારા કાર્યકરોની અવગણના કરી હોવાની પ્રતિક્રિયા આપી હતી.આ મતવિસ્તારમાં 5 ઉમેદવારની પેનલ તૈયાર કરી કોસંબા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપ સામે પડકાર ઉભો કર્યો છે.

ઉમરસાડીમાં BJPના નારાજ ઉમેદવારે અપક્ષમાંથી ઝંપલાવ્યું
ભાજપે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારી પત્રકો ભરાઈ ગયા છે જ્યારે કોંગ્રેસ તરફથી તા.પંની ઓરવાડ અને અંબાચ બેઠક અને જિ.પં.ની એક અંબાચ બેઠક પર શનિવારે ઉમેદવારીપત્રકો ભરાશે. આ સિવાય તાલુકા પંચાયતની ઉમરસાડી બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા નારાજ બચુભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે .જેમની સાથે જિ.પં. ઉમરસાડી બેઠક પર ભાવનાબેનને અપક્ષ ઉમેદવારી કરી છે. શનિવારે અન્ય અપક્ષ ઉમેદવારો ઉમેદવારી કરે તેવી સંભાવના છે.આમ શુક્રવારે કોંગ્રેસે તા.પં.ની 22 પૈકી20 અને જિ.પં.ની 5 પૈકી 4 બેઠક પર ઉમેદવારી પત્રકો ભર્યા હતા.​​​​​​​

આખરે કોંગ્રેસે જિ. તાં.પં. ના ઉમેદવારો જાહેર કર્યા
જિલ્લા ભાજપ સંગઠને તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાના બે દિવસ બાદ પણ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી ન હતી. અસંતોષ અને બળવાના ડરથી મોડે-મોડે જિલ્લા કોંગ્રેસ સમિતિએ શુક્રવારે આખરે જિ. પં.ના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી એક દિવસમાં તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવા પડશે.જેથી આજે કોંગ્રેસમાં ભારે દોડધામ મચશે. બીજી તરફ કોંગ્રેસથી નારાજ કાર્યકરો પણ ઉમેદવારી કરશે એવું જાણવા મળી રહ્યું છે.

શનિવારે કોંગ્રેસમાંથી પણ અપક્ષ ઉમેદવારી પર સૌની મીટ મંડાયેલી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર થયા છે. જ્યારે 6 તાલુકામાં કોંગ્રેસે અમુક બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તાલુકામાં બાકી ઉમેદવારોના નામો શનિવારે સવારે જાહેર કરી તરત જ ફોર્મ ભરી દેવામાં આવશે. આમ કોંગ્રેસે મોડે મોડે અડધી યાદી જાહેર કરી છે. હજુ પણ તાલુકાના કેટલાક ઉમેદવારોના નામો જાહેર થયા નથી.

સરીગામમાં કોંગ્રેસ સામે ભાજપના આયાતી ઉમેદવાર
સરીગામ જિ.પં.ની બેઠક અને સરીગામ 1,2 અને 3 તથા ભીલાડ એમ 4 તાલુકા પંચાયતની બેઠક છે. આ વખતે સરીગામ બેઠક કબજે કરવા ભાજપ દ્વારા નવો દાવ ખેલી પૂર્વ વલસાડ જિ. યુથ કોંગ્રેસ પ્રમુખ અને સરીગામ પં.ના સભ્ય દીપક મિસ્ત્રીને ઉમેદવાર બનાવ્યા છે. જેણે બે માસ પૂર્વે જ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસે પૂર્વ તા. પં. સભ્ય રાકેશ રાયને મેદાનમાં ઉતર્યા છે. ભાજપે આયાતી ઉમેદવાર આ બેઠક પર ઉતાર્યો છે.

કકવાડીદાંતીમાં સ્થાનિક ટંડેલ સમાજમાં આક્રોશ
વલસાડના કકવાડીદાંતી તા.પં.ની બેઠક ઉપર કકવાડી, ભાગલ,હિંગરાજ, દાંડી જેવા કાંઠાના આ બેઠકના મત વિસ્તારમાં ભાજપના ટંડેલસમાજના આગેવાનો દ્વારા સૂચવાયેલા ઉમેદવારોને ટિકિટ ભાજપે ટિકિટ ન આપતાં સ્થાનિક સમાજના આગેવાનોઅને કાર્યકરોમાં ભારે નારાજગી છે. આ બેઠક પર પણ અહિના ટંડેલ સમાજ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવાર દ્વારા અપક્ષ ઉમેદવારી કરશે.

ટિકિટને લઈ માહ્યાવંશી સમાજમાં નારાજગી
જિ. અનુસૂચિત મોરચાના બે મહામંત્રીઓ દ્વારા સર્વમાન્ય ઉમેદવારો નક્કી કરી જિ. સંગઠન અને પ્રદેશ સુધી રજૂઆતોનો કોઇ પડઘો ન પડતા માહ્યાવંશી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઉમરગામની મરોલી બેઠક એસસી હોય 25 વર્ષના અનુભવી પૂષ્પાબેન માહ્યાવંશીની અવગણનાથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.ઉમરગામ તા.એસસી મોરચાના પ્રમુખ રાજેશ માહ્યાવંશીને તા.પંની ડહેલી બેઠક પર અપક્ષ ઉમેદવારી કરશે.

ઉમરગામ તા.પં.માં 30 બેઠક માટે 73 ફોર્મ ભરાયા
​​​​​​​ઉમરગામ તા.પં., જિ.ની સામાન્ય ચૂંટણી માટે શુક્રવારે રાજકીય પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારોએ ઉમેદવારી હતી જેમાં ઉમરગામ તા.પં.ની 30

ભાજપના અપક્ષ ઉમેદવારોને મનાવી લેવાશે
​​​​​​​ચૂંટણીમાં ભાજપમાંથી નારાજ કાર્યકરોએ ઠેરઠેર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ અંગે પૂછતાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેંમત કંસારાએ જણાવ્યુ હતુ કે, જ્યાં જ્યાં પણ ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તે તમામને મનાવી લેવામાં આવશે. જેના પ્રયાસો સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. અમને વિશ્વાસ છે કે, અપક્ષ ઉમેદવારો ભાજપ સાથે રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો